ચુંટણીઓ દરમ્યાન દારૂ ની જરૂર વધુ પડતી હોય છે અને બુટલેગરો પણ આ દિવસો માં સારો એવો ધંધો કરી લેતા હોય છે ત્યારે રાજકોટ એસઓજીએ બે દિવસ પહેલા વિદેશી દારૂની ડિલિવરી આપવા ગયેલા અમદાવાદના I ડીવીઝન ટ્રાફિક પોલીસકર્મી વિરેન્દ્રસિંહ ના મિત્ર ની કાર ઝડપાયા બાદ આગળ વધેલી તપાસ માં અમદાવાદ ના નરોડામાં ચાલતી દારૂ બનાવવાની ખાનગી ગેરકાયદે ફેક્ટરી સુધી રેલો પહોંચ્યો હતો.
પોલીસે કૃણાલ શાહના ઘરે પીસીબીની ટિમે દરોડા પાડતા દારૂ બનાવવાની ફેકટરી ઝડપાઇ હતી જ્યાં સસ્તો વિદેશી દારૂ લાવી બ્રાન્ડેડ બોટલોમાં ભરવાની કામગીરી ચાલતી હોવાનું ખુલ્યું હતું. પીસીબીની ટીમે પાડેલા દરોડામાં 2 કેરબામાં ભરેલો સસ્તો વિદેશી દારૂ 46 લીટર રૂ.23 હજારનો, 127 નંગ ખાલી કાચની બોટલ, 625 નંગ દારૂની બોટલના ઢાકંણ, દારૂની બોટલ પર ઢાકંણ ફિટ કરવાનું મશીન મળી આવ્યું હતું. આ ઉપરાંત ત્રણ બોટલ ઈંગ્લીશ દારૂની મળી આવી હતી. પીસીબીની ટિમે હાલમાં આ કેસમાં કૃણાલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.
રાજકોટ એસઓજીની ટિમે બે દિવસ અગાઉ ASI વિરેન્દ્રસિંહ દરબાર, કૃણાલ હસમુખ શાહ અને મહેન્દ્રને દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા.પોલીસ તપાસમાં વિરેન્દ્રસિંહ આઈ ડીવીઝન ટ્રાફિકમાં ફરજ બજાવે છે. પોલીસે આરોપીઓ પાસેથી 72 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ કબ્જે લીધી હતી. બાદમાં પૂછપરછમાં સમગ્ર હકીકત બહાર આવતા અમદાવાદ કમિશનરને જાણ કરી પીસીબીએ દરોડો પાડતા પોલીસકર્મી પણ આ ધંધા માં આડકતરી રીતે સામેલ હોવાની હકીકત બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.
Sunday, May 19