આખરે પોલીસે હવે મફત માસ્ક આપીને લોકો માં જાગૃતિ લાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે અને આ દ્રશ્યો અમદાવાદમાં જોવા મળી રહ્યા છે અહીંના ભદ્ર, ત્રણ દરવાજા અને પાનકોર નાકા વિસ્તારમાં દિવાળી પર્વ ને લઈ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોવાથી અહીં સોશિયલ ડિસ્ટન્ટન્સ જળવાઈ રહે તે માટે પોલીસે 472 પાથરણાં અને 200 દુકાનોની બહાર બેરિકેડિંગ કરવા સાથે ગ્રાહકોને ઉભા રહેવા માટે કુંડાળા દોર્યા છે. આટલું જ નહીં કારંજ પીઆઈ ડી.વી.તડવી અને તેમની પોલીસ ટીમે પાથરણાંવાળા અને ગ્રાહકોને મફતમાં માસ્ક આપવાનું શરૂ કર્યું છે.
પોલીસે છેલ્લા 1 અઠવાડિયાથી પોલીસ રોજ 600થી 700 માસ્કનું વિતરણ કરે છે. દિવાળીના તહેવાર સુધી પોલીસ રોજે રોજ આ જ રીતે માસ્કનું વિતરણ કરશે.
આ સાથે જ માસ્ક પહેર્યા વગર આવેલા 300 લોકો પાસેથી રૂ.1000 લેખે દંડ વસૂલ કર્યો હતો.
Sunday, May 19