અમદાવાદ માં પબ્લીક અને લોકો વચ્ચે ચાલુ રહેલા ઘર્ષણ ના બનાવો વચ્ચે એનઆઈડીથી પાલડી બાજુ રોંગ સાઇડમાં કાર લઈને ઘૂસેલા યુવકને ટ્રાફિક પોલીસે રોકવાનો ઇશારો કરતા યુવકે કાર અટકાવી ન હતી અને પોલીસ સામે જ કાર ની સ્પીડ વધારી દેતા નાસભાગ મચી હતી જેમાં મહેન્દ્રસિંહ નામના પોલીસ કર્મી અફફેટે આવતા તે બોનેટ ઉપર ચડી જતા એક કીલોમીટર સુધી ઢસડાયા હતા ત્યાં સુધીમાં અન્ય પોલીસ આવી જતા કાર ચાલકે કાર ઉભી રાખતા તેની ધરપકડ કરી લીધી હતી.
વિગતો મુજબ અમદાવાદ ના રાણીપમાં ચામુંડા માતાના મંદિર પાસે આવેલા નવાપુરાના ઠાકોર વાસમાં રહેતા મહેન્દ્રસિંહ બામણિયા (ઉં.33) ચાર વર્ષથી એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવે છે તેઓ સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓ સાથે પાલડી ચાર રસ્તા ખાતે ટ્રાફિક નું પાલન કરાવી રહ્યા હતા ત્યારે સાંજે એનઆઈડી બાજુથી એક કાર રોંગસાઈડમાં આવતા મહેન્દ્રસિંહ અને તેમની સાથેના અન્ય પોલીસ કર્મચારીઓએ કાર રોકવા ચાલકને ઈશારો કર્યો હતો અને રોડની વચ્ચે ઊભા રહી ગયા હતા જેનાથી ગુસ્સે ભરાયેલા યુવકે કાર ની સ્પીડ વધારી મૂકી પોલીસ સામેજ કાર નાખતા જીવ બચાવવા અન્ય પોલીસ કર્મચારીઓ સાઇડમાં ખસી ગયા હતા જ્યારે મહેન્દ્રસિંહ કારના બોનેટ પર ચડી ગયા હતા. મહેન્દ્રસિંહ બોનેટ પર ચડી ગયા હોવા છતાં કારચાલકે કાર રોકી ન હતી. મહેન્દ્રસિંહે પણ કારનું બોનેટ પકડી રાખ્યું હતું. લગભગ 1 કિલોમીટર દૂર સુધી કારચાલક કાર ભગાવ્યે રાખી હતી.
બીજી તરફ મહેન્દ્રસિંહની સાથે હાજર અન્ય પોલીસ કર્મચારીઓએ બાઇક પર પીછો કરતા કાર ચાલકે કાર અટકાવવાની ફરજ પડી હતી, પોલીસે કારચાલકની પૂછપરછ કરતા તે રાજ ભુપેશભાઈ કંસારા (ઉં.19, જયવિષ્ણુ સોસાયટી, નવરંગપુરા) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે મહેન્દ્રસિંહે રાજ કંસારા વિરુદ્ધ ટ્રાફિક એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજ કંસારા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Sunday, May 19