માસ્ક અભિયાન ના નામે જનતા પાસે થી કરોડો રૂપિયા નો દંડ વસૂલવા નું ચાલુ છે ત્યારે ઠેરઠેર પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણ ના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ માં ગુજરાત પોલીસની કામગીરીનો વીડિયો વાયરલ થયો છે.
અમદાવાદ માં માસ્ક મુદ્દે પુરુષ પોલીસકર્મીએ મહિલાને માર્યો લાફો મારતા પોલીસ ની હેવાનીયત બહાર આવી છે તેઓ માત્ર દંડ કરી શકે પણ કાયદા ની વિરુદ્ધ જઇ માર ન મારી શકે.
અહીં તો પુરુષ કર્મી એક મહિલાને લાફો મારતા ભારે વિવાદ ઉભો થયો છે.પોતાની સાથે રહેલા વ્યક્તિ ને માસ્ક મુદ્દે પોલીસે ગાડી માં બેસાડી દેતા મહિલા બૂમો પાડતી રહી અને પોલીસવાળો લાફા ઝીંક્તો રહ્યો અને ઉપર થી મોબાઇલમાં શુટિંગ પણ કરવા માંડ્યો હતો એ વાત ભારે ચર્ચાસ્પદ બની હતી.
પોલીસ મહિલાના મિત્રને કારમાં બેસાડતા સમયે બબાલ થઈ હતી. મહિલાએ મિત્રને છોડાવવા પ્રયાસ કરતા લાફો માર્યો હતો. વીડિયો વાયરલ થતા પોલીસ અધિકારીઓ તપાસમાં અમદાવાદની પોલીસની ગાડી વીડિયોમાં જોવા મળી હતી. રાજકીય લોકો-સામાન્ય લોકો વચ્ચે ભેદભાવવાળી નીતિથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આમ સામાન્ય જનતા ને હેરાન કરતી પોલીસ નેતાઓ નું બગાડી શકતી નથી અને લોકો ને રક્ષણ કરવાને બદલે હેરાન કરવામાં આવી રહ્યા નું સપાટી ઉપર આવી રહ્યું છે.
Sunday, May 19