કોરોના ની હાડમારી મા લોકો ધંધા અને નોકરી વગર ના થઇ ગયા છે અને ઘર ચલાવવા કઈક ને કઈક કરતા રહે છે હાલ બેકારી ફાટી નીકળતા અમદાવાદ માં એક સસ્પેન્ડ થયેલા પોલીસવાળા એ ઇંગ્લીશ દારૂ વેચવાનો બિઝનેસ ચાલુ કર્યો છે અને તેની પાસે થી દારૂ નો જથ્થો ખરીદી ને જઇ રહેલા ગ્રાહકો ને પોલીસે પકડી લીધા હતા.
અમદાવાદ માં વસ્ત્રાપુર પોલીસે 236 વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલા ત્રણ આરોપીની પુછપરછમાં આ જથ્થો એક પોલીસવાળા પાસેથી લાવ્યા હોવાની કબુલાત કરતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી.
વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક લોકો કારમાં વિદેશી બનાવટનો દારૂનો જથ્થો ભરીને મેમનગર આવવાના છે. બાતમીના પગલે વસ્ત્રાપુર પોલીસની ટીમે મેમનગર શકમ્બા ટાવર પાસે વોચ ગોઠવી હતી,જેમાં કારમાં આવેલા 20 વર્ષીય કિશન પંચાલ અને 21 વર્ષીય સચિન પંચાલ બંને રહેવાસી ભવનપુરા સોસાયટી, ચાંદલોડિયા) તથા ગોપાલ કાંતિલાલ દંતાણી ( ઉ.40,જોગણીમાતાના મંદિરની બાજુમાં મેમનગર)ને પકડી કારમાં તપાસ કરતા અંદરથી વિદેશી બનાવટની અલગ અલગ બ્રાંડની રૂ. 70 હજાર ની કિંમત ની કુલ 236 નંગ બોટલો મળી આવી હતી.
આ ત્રણેય યુવકો કારમાં દારૂનો જથ્થો કયાંથી લાવ્યા તે અંગે પુછપરછ કરતા આરોપીઓએ આ જથ્થો પોલીસ માં નોકરી કરતા ભારતસિંહ પારસિહ ઝાલૈયા પાસેથી લીધો હોવાનું જણાવતા પોલીસ કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ અંગે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પોલીસ ભારતસિંહની વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં હતો,પોલીસ તપાસ દરમિયાન ભારતસિંહ ઝાલૈયા સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો અને હાલમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું.
આમ, કોરોના કાળ માં હવે દારૂ સહિત બે નંબર ના ધંધા તરફ લોકો વળી રહ્યા છે અને ચોરી,લૂંટફાટ,છેતરપીંડી જેવા બનાવો માં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
Sunday, May 19