ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજે રોજે હજારોની કિંમતનો દારૂ પકડાઈ રહ્યો છે અને અમદાવાદમાં તો જોઈએ તેટલો દારૂ મળે છે પણ હવેતો ગ્રામ્ય વિસ્તારોમાંથી અમદાવાદમાં ખુલ્લેઆમ એસટી બસોમાં દારૂ લાવવામાં આવતો હોવાની વાત ખુલ્લી પડી છે.
બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ થોડા સમય માટે બધું બંધ કરાયા બાદ ફરી દારૂનો વેપાર ધમધમવા માંડ્યો છે અને અમદાવાદ હવે દારૂનું મોટું હબ બની ગયું છે.
પોલીસ આ બધી વાત જાણતી હોવાછતાં તેનો અમલ થતો નથી અને ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલી રહ્યો છે.
બીજી તરફ બૂટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. એવામાં હવે એસ.ટી બસમાંથી દારૂની હેરાફેરી કરાતી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
અમદાવાદમાં હાથીજણ ચાર રસ્તા પર એસટી બસમાં દેશી દારૂની હેરાફેરી કરનાર મહિલાઓ ઝડપાતા બસમાં દેશી દારૂ અમદાવાદમાં આવતો હોવાની વાત સામે આવી છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની રેલમછેલ જોવા મળે છે અને દારૂબંધીનો કાયદો માત્ર ચોપડે જ છે તેમ લાગી રહ્યું છે ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા છે ત્યારે દારૂ પીનારાઓ પણ વધ્યા છે એવામાં એસ.ટી મારફતે હવે ગ્રામ્ય વિસ્તારમાંથી મહિલાઓ શાક બકાલાની જેમ અમદાવાદમાં દારૂના પોટલા વેચવા આવતી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.