રાજ્ય માંગાઢ ઘુમ્મસ નો માહોલ છે ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગાઢ ધુમ્મસને કારણે લગભગ 20થી પણ વધુ વાહનો એકબીજા સાથે ટકરતા તંત્ર દોડતું થઈ ગયું છે અને અકસ્માત રોકવા માટે પ્રયાસો હાથ ધર્યા છે હાલ માં કાર ની મિનિમમ ઝડપ 100 ના બદલે 30 ની કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસને કારણે વિઝિલિબિટી પણ ઘટી જતા આગળ જતાં વાહનો નહિ દેખાતા અકસ્માત થઈ રહ્યા છે, આજ સવારથી જ હાઇવે પર ગાઢ ધુમ્મસ હતું, જેને કારણે વિઝિબિલિટી સાવ ઘટી ગઇ હતી. આવામાં એકસપ્રેસ હાઈવે પર સ્પીડને કારણે વાહનો એકબીજા સાથે ટકરાયાં હતાં. આણંદના તારાપુર સહિત ભાલ પંથકમાં પણ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ ધુમ્મસને કારણે હાઈવે પર જતાં વાહનો રોકવા પડ્યાં હતાં. વિઝિબિલિટી ઘણી જ ઘટી જતાં વાહનચાલકો મુશ્કેલી માં મુકાયા હતા સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ વાહનો ને નુકસાન થયું છે. રાજ્યમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ હોવાથી હાઈવે પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અકસ્માત સર્જાયો છે. જે હાઈવે પર લોકો 100ની સ્પીડે ગાડી ચલાવે છે એને અત્યારે 30ની સ્પીડે ગાડી ચલાવવાની ફરજ પડી છે. હાઈવે પર ધુમ્મસ હોવાને કારણે 100 ફૂટ દૂરનું દૃશ્ય પણ હાલમાં સ્વચ્છ રીતે દેખાતું નહીં હોવાનું ત્યાંથી પસાર થનાર વાહનચાલકો નું કહેવું છે.
Sunday, May 19