અમદાવાદમાં ખુલ્લેઆમ દારૂની હાટડીઓ ચાલી રહી છે જેની સામે પોલીસે આંખો બંધ કરી દીધી છે અને દારૂના વેપારને જાણે છૂટ આપી દીધી છે, અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં પણ છૂટથી દારૂ મળી રહ્યો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ બહાર દારૂ પીવાતો હોવાના દ્રશ્યો જોવા મળી રહયા છે.
ડીસીપી ઓફિસથી એકાદ કિમીના અંતરે આ બધું ચાલતું હોવાછતાં સ્થાનિક પોલીસ-ઈન્સ્પેક્ટરે આંખો બંધ કરી દીધી છે.
અમદાવાદમાં અસારવામાં સિવિલ હોસ્પિટલના ગેટની સામે જાહેરમાં દારૂનું વેચાણ પણ થાય છે અને લોકો જાહેરમાં દારૂ પી રહ્યા હોવાછતાં પોલીસે આંખો બંધ કરી દીધી છે ત્યારે બુટલેગરો સાથે સેટિંગ હોવાનું જણાય રહ્યું છે જે ઉપરી અધિકારીઓ માટે તપાસનો વિષય છે.
અમદાવાદમાં બુટલેગર અને પોલીસ વચ્ચે સાંઠગાંઠ હોવાનું જણાય રહ્યું છે અહીં શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ભોગીલાલની જૂની ચાલી સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગના ગેટની સામે રોડ ક્રોસ કરો ત્યાંજ દેશી દારૂનો અડ્ડો છે. આ અડ્ડા પર ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે.
શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ કે ઝોન-4 ડીસીપી અજાણ હોય તે વાતમાં દમ નથી આ દારૂના અડ્ડાથી 100 મીટરના અંતરે પોલીસચોકી અને 1.5 કિમીના અંતરે શાહીબાગ પોલીસ સ્ટેશન અને ઝોન-4 ડીસીપીની કચેરી પણ આવેલી છે.
એટલુંજ નહિ પણ સ્થાનિક પોલીસ, ડી સ્ટાફ અને ઝોન-4 ડીસીપીની LCB સ્કવોડ દ્વારા પેટ્રોલિંગ થતું હોવાછતાં જાહેરમાં દારૂ મળે છે અને પીવાય પણ છે ત્યારે આ બધું પોલીસવાળાઓ ને કેમ દેખાતું નહિ હોય ? તે સવાલ ચર્ચાનો વિષય બન્યો છે આવા સંજોગોમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે અને પોલીસની રહેમ નજર હેઠળ દારૂ છૂટથી મળતો હોવાની વાસ્તવિકતા સપાટી ઉપર આવી રહી છે.