અમદાવાદમાં હવે યુ ટ્યુબ ચેનલ પર ખોટા અને ભ્રામક ન્યૂઝ પ્રસારિત કરતાં લોકો સામે સાયબર ક્રાઇમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમેં એક્શન લઈ સુરેશ પરમાર, જીગર ધામેલીયા, સુરેશ લુહાર નામના ઇસમોની યૂટ્યૂબ ઉપર ફેક હેડિંગ મારી સનસની ન્યૂઝ ચલાવતા ધરપકડ કરી છે.
જેઓ પૈસા કમાવવા ની લાલચમાં આ ત્રણેય આરોપી ઓએ અલગ અલગ યૂટ્યૂબ ચેનલ બનાવીને ખોટા સનસનીખેજ સમાચાર પોસ્ટ કરી યુ ટ્યુબ માં વ્યૂઅર મેળવી પૈસા કમાતા હોવાનું ખૂલ્યુ છે.
આ ત્રણેય આરોપી છેલ્લા એક વર્ષથી ગુજરાત ની અલગ અલગ ઘટનાઓ અંગે સમાચાર બનાવી યૂટ્યૂબ પર પ્રસારિત કરતાં હતા. જો કે ખોટા અને ભ્રામક ન્યૂઝ પ્રસારિત કરતાં સાયબર ક્રાઇમ દ્વારા તેઓ ની સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.
સાયબર ક્રાઇમે ભય ફેલાવતા સમાચાર પ્રસારિત કરતા અલગ અલગ 5 યુ ટ્યુબ ચેનલ ના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરીને 3 સંચાલકો સામે પગલાં ભર્યા છે. વ્યૂઅર મેળવવા ન્યુઝ પ્રસારિત કરતા યૂટ્યૂબ સંચાલકો સામે સાયબર ક્રાઇમે કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.