અમદાવાદ માં કોરોના ને લઈ અરાજકતા નો માહોલ છે ત્યારે એશિયા ની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ કોરોના કાળ માં ઘરેઘરે જાણીતી બની ગઈ છે ત્યારે અહીંના કિડની વિભાગ માં કોરોનાના શંકાસ્પદ સાથે સારવાર માટે દાખલ કરાયેલી મહિલાના મૃત્યુનાં 3 દિવસ બાદ પણ કોરોનાનો રિપોર્ટ આવ્યો નથી. મહિલાના પરિજનો દ્વારા છેલ્લાં 3 દિવસથી કિડની હોસ્પિટલમાં વારંવાર ફોન કરીને પુછવા છતાં હજુ રિપોર્ટ બાકી હોવાનું જણાવી રહ્યા છે.
અહીંના વેજલપુરમાં રહેતી એક મહિલાને ફેફસામાં પાણી ભરાવાની સાથે ઓક્સિજનની ઉણપ વર્તાતા કિડની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, 4 જૂને મહિલાનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું હતું કે, મહિલાનો કોરોનાનો રિપોર્ટ 5 જૂને આવી જશે પરંતુ, 5 જૂને કિડની હોસ્પિટલ તરફથી રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ હોવા અંગે કોઈપણ ફોન ન આવતાં પરિજનો ચિંતા માં મુકાયા છે કારણ કે, જો રિપોર્ટ પોઝિટિવ આવે તો પરિજનો ક્વોરન્ટાઇન થઇ શકે અને કેર લઈ શકે પરંતુ, 7 જૂને સાંજ સુધી રિપોર્ટ ન આવતા હવે તેઓએ શુ કરવું તે સમજાતું નથી આમ અમદાવાદ માં સ્થિતિ ઘણી બગડી ગઈ છે અને અંધાધૂંધી નો માહોલ છે.
Saturday, May 18