અમદાવાદ ના વસ્ત્રાલ આરટીઓમાં એજન્ટો કામ કરી રહ્યા હોવાની બાતમી મળતા વાહનવ્યવહાર વિભાગના ઓએસડી જે.એન.વાઘેલા ની છથી સાત અધિકારીઓ ની ટીમે ઓચિંતી રેડ પાડતા એઆરટીઓ એસ.એમ.પટેલ સહિતના કર્મચારીઓ માં ભારે દોડધામ મચી ગઇ હતી અને એજન્ટોમાં ભાગદોડ નો માહોલ સર્જાયો હતો.જેમાં એક ને ઇજા પહોંચી હતી.
રેડ પડતા કેટલાક એજન્ટો કચેરીમાં છુપાઇ ગયા હતાં તો કેટલાક ભાગી ગયા હતા. બેથી ચાર એજન્ટો ધાબે છુપાઈ ગયા હતા. સૂત્રો કહે છેકે, અધિકારીઓએ 13 એજન્ટોને પકડ્યા હતાં. પરંતુ રામોલ પોલીસે ચાર એજન્ટોની અટકાયત થઈ હોવાનું જણાવ્યું હતું.
અધિકારીઓને ઉપરના માળે આવતા જોઇ એક એજન્ટ બારીમાં નીચે કૂદતા પગે ફ્રેક્ચર થયું હતું. આમ આરટીઓ માં ચાલતા એજન્ટ રાજ નો ફરી ખુલાસો થયો છે અને પૈસા વગર કોઈ કામો થતા નહિ હોવાની વાત સપાટી ઉપર આવી છે નોંધનીય છે કે 10 દિવસ અગાઉ સુભાષબ્રિજ આરટીઓમાં પણ રેડ પડી હોવાના પણ અહેવાલ છે.
Saturday, May 18