કોરોના ને કારણે બેરોજગારી, ધંધા ઉપર અસરો , મોંઘવારી વગરે વધતા હવે જુગાર અને દેહ વિક્રય જેવી અનૈતિક પ્રવૃત્તિઓ માં વધારો થયો છે અને મજબુર મહિલાઓ અને યુવતીઓ ન છૂટકે વૈશ્યાવૃત્તિ તરફ ધકેલાઈ રહી છે.
અગાઉ પણ રોડ ઉપર ગ્રાહકો શોધતી મહિલાઓ ઝડપાયા બાદ નરોડા વિસ્તારમાં ફરી સ્પાની આડમાં ચાલતા સેક્સરેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. કોરોના માં ઘર ચલાવવા મજબૂર થયેલી યુવતીઓને સ્પાની આડમાં લાવીને તેમની પાસે દેહ વિક્રયનો ધંધો કરાવવામાં આવતો હતો. આ માટે ગ્રાહકો પાસેથી મોટી રકમ પડાવવામાં આવતી હતી. પોલીસે સ્પાના સંચાલક સહિત એક મહિલાની ધરપકડ કરી છે.
પોલીસસૂત્રો પાસે મળતી માહિતી પ્રમાણે, શહેરના નરોડા વિસ્તારમાં સ્થિત ગેલેક્સી એવેન્યુમાં માહી સ્પા નામની ફર્મમાં સ્પાના નામે જીવનમાં આર્થિક રીતે મજબૂર થયેલી હોય તેવી યુવતીઓને લાવવામાં આવતી હતી. સ્પામાં આવનારા ગ્રાહકો પાસેથી મસમોટી રકમ પડાવીને આ યુવતીઓને માત્ર 300 રૂપિયા આપી ગ્રાહકોની મોજ માટે સોંપી દેવામાં આવતી હતી, જેથી પોલીસને માહી સ્પામાં ગેરકાયદે મહિલાઓને રાખીને તેમનું શોષણ કરવામાં આવતું હોવાની બાતમી પોલીસને મળી હતી.
પોલીસે વોચ ગોઠવી સ્પામાં બહારથી આવેલી યુવતીઓને ગ્રાહકો પાસેથી અન્ય સર્વિસ આપવાને બહાને મસમોટી રકમ પડાવીને ધંધો કરાવવામાં આવતો હોવાની વાત નો પર્દાફાશ કર્યો હતો. સ્પાનો સંચાલક યુવતીઓને 300 રૂપિયા આપતો હતો. હાલમાં આ સમગ્ર સેક્સરેકેટનો પર્દાફાશ કરીને પોલીસે યુવતીઓને બચાવી હતી કારણ કે તે રાજ્ય બહાર ની હતી. સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિ કરનારા સ્પાના સંચાલક અને યુવતીની પોલીસે ધરપકડ કરી છે.
Sunday, May 19