બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવી રહયા છે ત્યારે આયોજકો દ્વારા જોરદાર તૈયારીઓ શરૂ થઈ છે, અમદાવાદમાં આગામી તા.29 અને 30 મે એમ બે દિવસ માટે ઘાટલોડિયા વિસ્તારમાં ચાણક્યપુરી સેક્ટર-6 ખાતે શાસ્ત્રીજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.28મીએ સાંજે 5 વાગ્યાની આસપાસ ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી પહોંચશે.
બે દિવસ સુધી તેઓ અમદાવાદમાં રોકાવાના છે, ત્યારે તેમની રહેવા, ખાવા-પીવા સહિતની વ્યવસ્થાનું આયોજન સભાસ્થળની એકદમ નજીક કરવામાં આવ્યું છે.
બે દિવસ સુધી તેઓ અમદાવાદમાં રોકાવાના છે, ત્યારે તેમની રહેવા, ખાવા-પીવા સહિતની વ્યવસ્થાનું આયોજન સભાસ્થળની એકદમ નજીક કરવામાં આવ્યું છે.
10 જેટલા રૂમ સાથે બે માળના બંગલામાં ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના સચિવ સાથે રહેશે. બંગલાની સુરક્ષા માટે 200 જેટલા સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવશે.
મહારાજના સ્ટાફ માટે પણ અલગથી 20 જેટલાં આસપાસનાં મકાનોની વ્યવસ્થા કરી છે.
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર આગામી 29 અને 30 મેએ અમદાવાદમાં પણ યોજાશે. ખાસ વાત છે કે, સેક્ટર 6ના અંબે માતાના મંદિરમાં ગયા વર્ષે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ આજ સ્થાન પર દિવ્ય દરબાર યોજનાનો સંકલ્પ લીધો હોવાનો આયોજકોનો દાવો કરી રહ્યાં છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંબે માતા મંદિરના દર્શન કર્યા હતા
29 અને 30 મેના દિવસે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદના ચાણક્યપુરીના સેક્ટર 6ના ગ્રાઉન્ડમાં દિવ્ય દરબારનો કાર્યક્રમ યોજશે. ખાસ વાત છે કે, રાધિકા સેવા સમિતિ દ્વારા આયોજિત દિવ્ય દરબાર કાર્યક્રમના આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એસજી હાઇવે કારગિલ પેટ્રૉલ પંપ પાસે કાર્યક્રમના મોટા મોટા બેનરો પણ લાગી ગયા છે.