ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાના 73 વર્ષે પ્રથમ વખત મહિલા કુલપતિની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની ટર્મ પુરી થતાં શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો.નીરજા ગુપ્તાની નિમણૂક થઈ છે.
મૂળ અમદાવાદના વતની ડો. નીરજા ગુપ્તા ગુજરાત યુનિવર્સિટીમાં નવા અને પહેલાં મહિલા કુલપતિ બન્યા છે. તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવકનું બેકગ્રાઉન્ડ ધરાવે છે,તેઓ છેલ્લા 2 વર્ષથી મધ્ય પ્રદેશના સાંચી યુનિવર્સિટીમાં કુલપતિ હતા.
ડો.નીરજા ગુપ્તા અગાઉ ભવન્સ કોલેજના આચાર્ય તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલના પણ સભ્ય રહી ચૂક્યા છે.
નીરજા ગુપ્તા ઈંગ્લિશ વિષયના પ્રોફેસરે રહી ચૂક્યા છે. ગુજરાત સરકારના સ્ટડી ઇન ગુજરાત કેમ્પિયનના સભ્ય પણ હતા.
આમ,ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પૂરી થતાં તાત્કાલિક નવા કુલપતિની કાયમી નિમણૂક કરવામાં આવી છે.