રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે સાદગી પુર્ણ રીતે જમીન પણ બેસીને ટિફિન ખોલી ભોજન કર્યું અને ચર્ચા કરી હતી.
ટિફિન પે ચર્ચા માટે અમદાવાદના ઘાટલોડિયા વોર્ડના તમામ કાર્યકર્તાઓ પોતાના ઘરેથી ટિફિન લઇ પહોંચ્યા હતા અને સૌ સાથે મળી સામુહિક ટિફિન ભોજનનો આનંદ લીધો હતો.
સાયન્સ સિટી ખાતે આવેલા આર. કે. રોયલ હોલમાં ભાજપની આ ટિફિન બેઠકમાં સીએમ હાજર રહ્યા હતા અને કાર્યકરો સાથે ટિફિન પે ચર્ચા કરી હતી.
મહત્વનું છે કે 2017થી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે.
હાલ,મુખ્યમંત્રી પદ ઉપર હોવાછતાં તેઓ પોતાના નાનામાં નાના કાર્યકર સાથે સંપર્ક ધરાવે છે અને તે જૂનો નાતો અકબંધ રહે તે માટે પહેલાની જેમજ જમીન ઉપર બેસી સૌ સાથે વાતો કરી હતી.