જો તમે મેકડોનાલ્ડના ચાહક છો તો ચેતજો કારણ કે બ્રાન્ડેડ શોપ પણ હવે સેફ રહ્યા નથી અને અમદાવાદમાં ગરમીમાં રાહત મેળવવા મેકડોનાલ્ડ સ્ટોરમાં વેચાતા ઠંડાપીણામાં મરેલી ગરોળી નીકળતા જ આ દ્રશ્યો જોઈને ગ્રાહકને ચિતરી ચડી હતી.
અમદાવાદમાં મેકડોનાલ્ડના શોપમાં કોલ્ડરિંગ્સમાં ગરોળી નીકળતા ભારે ચકચાર મચી ગઇ હતી અને ચિતરી ચડે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
અમદાવાદ કોર્પોરેશનના જવાબદાર વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા અને મેકડોનાલ્ડ શોપ સામે કડક કાર્યવાહી કરી દંડ પણ ફટકારતા સબંધીતો ફફડી ઉઠ્યા હતા.
અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારના આવેલા મેકડોનાલ્ડના કોલ્ડરીંગમાં ગરોળી નીકળ્યા બાદ હોબાળો થતા
અમદાવાદ કોર્પોરેશનના જવાબદાર વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા અને કોર્પોરેશના હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા વાત સાચી સાબિત થતા દુકાનને સીલ મારી મેકડોનાલ્ડને 1 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ બે દિવસ બાદ કોર્પોરેશન દ્વારા ફરી ચેકીંગ કરવામાં આવશે. પછી જ તે પોતાનો સ્ટોર શરૂ કરી શકશે તેવી ચેતવણી આપવામાં આવી હતી.
મેકડોનાલ્ડ જેવા પ્રતિષ્ઠિત ગણાતા સ્ટોર ઉપર લોકો આંધળો વિશ્વાસ મૂકી જોયા વગરજ ખાદ્ય પદાર્થો અને ઠંડા પીણાંનું સેવન કરતા હોય છે ત્યારે
મેકડોનાલ્ડ પ્રેમીઓએ આ કિસ્સા ઉપર થી એલર્ટ બની એકવાર ચેક કરી લેવું જરૂરી બન્યું છે.