શહેરમાં હાઇકોર્ટ દ્રારા બીયુ પરિમિશનને લઇ ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉધાડો લેવામાં આવ્યુ છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આવા એકમો સામે લાલાઆંખ કરી છે તેમજ BU પરમિશન વગર ધમધમતા બિલ્ડિંગો સામે તવાઇ બોલાવી છે અમદાવાદ સરખેજ ઉજાલા નવરંગપુરા વિસ્તારમાં બી યુ પરમિશન વગર બિલ્ડિંગ ધમધમાતી હોવાની જાણ કોર્પોરેશન થતા કોર્પોરેશનને આવી બિલ્ડિંગોમાં દરોડા પાડી કાર્યવાહી હાથધરી છે
હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટકોર કરતા જણાવ્યુ હતુ કે કાર્યવાહી કરવામાં કેમ આટલું વિલંબ થઇ રહ્યુ છે ફાયર સેફ્ટી અને BU પરમિશનને વગર એકમો સામે તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવી છે હાઈકોર્ટે એ પણ ટાંક્યું હતું કે કાયદાના શાસનમાં લોકોની લાગણીઓને મહત્વ ન આપી શકાય અને નિયમો બધા માટે સમાન હોવા જોઈએ એ પછી કોઈપણ હોય. હાઈકોર્ટના આ મહત્વના આદેશ બાદ ફાયર સેફ્ટી અને BU પરમિશન વગર ચાલતા એકમો સીલ કરવાનું અભિયાન હાથ ધરાયું હતું.
ગુજરાત હજુ પણ વાડ ચીભડા ગળે તેવી સ્થિતિનું નિર્માણ છે પોતે ગુજરાત સરકારની કેટલીક બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળે છે. જુદા-જુદા મહાનગરોમાં અધિકારીઓ રહેમ નજર હેઠળ કેટલાક કોર્મેશિયલ એકમો શાળા કોલેજ ફાયર સેફ્ટી વગર ધમધમી રહી છે