અમદાવાદ ની એલ.જી હોસ્પિટલમાં એક એવી 13 વર્ષની બાળકીનો કેસ આવ્યો કે જે માત્ર વાળ ખાવાની વિચિત્ર બીમારી હતી.
ત્રણ ડોક્ટરોની ટીમે સંયુકત રીતે સતત અઢી કલાક સુધી ઓપરેશન હાથ ધરી કિશોરીની હોજરીથી નાના આંતરડા સુધી 78 સેન્ટિમીટર સુધી ફેલાયેલો વાળનો ગુચ્છા કાઢયો હતો બાદમાં કિશોરી દર્દ મુક્ત બની હતી.
કિશોરીને 7થી 8 વર્ષથી માથાના વાળ ખાવાની કુટેવ હતી, જે માનસિક બીમારીને કારણે થતી હોય છે. આવી બીમારીના દર્દી સમગ્ર વિશ્વમાં માત્ર 1 ટકા હોવાનું તબીબોનુ કહેવું છે.
13 વર્ષની છોકરીને હોસ્પિટલમાં લવાતા તેની મેડિકલ હિસ્ટ્રીમાં તેને પેટના ઉપરના ભાગમાં ગઠ્ઠો થયેલો હતો, અને બે મહિનાથી પેટમાં દુઃખાવો, પેશાબની તકલીફ, ભૂખ લાગતી ન હતી લાગતી, ઊલટીની ફરિયાદ હતી.
કિશોરીની વધુ તપાસ કરતાં જણાયું કે, કિશોરીને 7-8 વર્ષથી વાળ ખાવાની આદત હતી, જે અંગે તે પોતે અજાણ હતી. મેડિકલ હિસ્ટ્રીને આધારે કિશોરીની સોનોગ્રાફી કરતાં પેશાબની નળી સાંકડી જણાઇ હતી, જેથી અમે સિટી સ્કેન કરાવતાં કિશોરીની હોજરીમાં વાળનો ગુચ્છો હોવાનું જણાયું હતું. આ વાળનો ગુચ્છો હોજરીથી નાના આંતરડાના બીજા ભાગ સુધી લાંબો હતો.
એલજી હોસ્પિટલમાં ફરજ બજાવતા સર્જરી વિભાગના વડા ડો. અસિત પટેલના માર્ગદર્શન સાથે ડો. મુકેશ સુવેરા અને ડો. જૈમિન શાહ તેમજ એનેસ્થેસિયા ટીમની મદદથી હોજરી પર ચીરો મૂકીને અઢી કલાકની સફળ સર્જરી કરીને 78 સેન્ટિમીટર લાંબો વાળનો ગુચ્છો કાઢ્યો છે.
આ વાળના ગુચ્છાને મેડિકલ ભાષામાં ટ્રાયકોબિઝર અથવા રિપુન્ઝલ્સ સિન્ડ્રોમ (રાજકુમારી ના નામ પર) કહેવામાં આવે છે. ખાસ કરીને મહિલા અને છોકરીઓમાં આ પ્રકારની તકલીફ વધુ જોવા મળે છે. તેમજ વાળ ખાવાની એક પ્રકારની કુટેવ તેમજ માનસિક બીમારીમાં આમ થઈ શકે છે, દર્દીની આ કુટેવ છોડાવવા માટે સર્જરી પછી દર્દીના માથાના વાળ કાઢી નાખવાની જરૂર પડે છે. આ પ્રકારના દર્દી દુનિયા માં કુલ 1 ટકા જ જોવા મળે છે.
આ કેસ ડોક્ટરો માટે પડકાર સમાન હતો જેનું સફળ ઓપરેશન કરી તબીબો એ આ દુર્લભ કેસમાં સફળતા મેળવી હતી