અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે ટોઈલેટ ફ્લશમાંથી 116 ગ્રામ વજનના છ સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા. કર્તવ્યનિષ્ઠ સફાઈ કામદારે આ છ સોનાના બિસ્કિટ કસ્ટમને સોંપીને પોતાની ફરજ પ્રત્યેની ઈમાનદારી દર્શાવી હતી. અમદાવાદ એરપોર્ટ મેનેજમેન્ટ કંપનીએ કર્મચારીને સન્માન પત્ર આપીને અભિનંદન પાઠવ્યા હતા. શનિવારે સવારની સફાઈ દરમિયાન, એક સામાન્ય કર્મચારીને ટોયલેટના ફ્લશમાંથી આ છ સોનાના બિસ્કિટ તસ્કરી કરવામાં આવ્યા હતા.
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શૌચાલય સાફ કરવા ગયેલા એક સફાઈ કામદારને સવારે ફ્લશ ચાલુ કરતી વખતે ફ્લશમાં સોનાના છ બિસ્કિટ મળી આવ્યા હતા. સવારે સફાઈ કરતી વખતે ફ્લશ પ્લેટ ખુલ્લી હતી અને તપાસ કરતાં તેમાં કોઈ ભારે વસ્તુ જોવા મળી હતી, તો તપાસ કરતાં કાળા સેલોટેપમાં સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. તે સોનાના બિસ્કિટ લઈને કસ્ટમ અધિકારીઓ પાસે પહોંચ્યો અને અધિકારીને આ અંગે જાણ કરી. જ્યારે તેણે સેલો ટેપ કાઢીને તેની તપાસ કરી તો તેમાંથી 116 ગ્રામના છ બિસ્કિટ મળી આવ્યા હતા. જેનું કુલ વજન 696 ગ્રામ હતું. અધિકારીઓએ જણાવ્યું કે તે સોનાની કિંમત 39 લાખ રૂપિયા છે.