ગઈકાલે ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રેજ્યુએશનને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્નાતકની ડિગ્રી માટે હવે વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષના બદલે ચાર વર્ષ અભ્યાસ કરવો પડશે. 7મી જાન્યુઆરી શનિવારના રોજ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી.
આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. જેમાં જર્જરિત હોસ્ટેલની જગ્યાએ નવી હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે શૈક્ષણિક વર્ષ 2023-24 થી 4 વર્ષ માટે ગ્રેજ્યુએશન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. નવી શિક્ષણ નીતિ મુજબ હવે વિદ્યાર્થીઓને સ્નાતકની ડિગ્રી ચાર વર્ષ પછી જ મળશે. તેથી હવે વિદ્યાર્થીઓએ સ્નાતક થવા માટે 4 વર્ષ અભ્યાસ કરવો પડશે.
ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક વર્ષ 2023-24 BA, B.Com. બી.એસ.સી., મેડિકલમાં સ્નાતકના ચાર વર્ષ પૂર્ણ કર્યા બાદ સ્નાતકની ડિગ્રી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નવા નિર્ણય બાદ વિદ્યાર્થીને 4 વર્ષના અભ્યાસ બાદ સ્નાતકની ડિગ્રી મળશે. જેમાં નવી શિક્ષણ નીતિ તમામ ઓનલાઈન, રેગ્યુલર અને એક્સટર્નલ કોર્સમાં લાગુ કરવામાં આવશે. વિદ્યાર્થીને 4 વર્ષ પછી ઓનર્સ ડિગ્રી, 3 વર્ષ પછી ડિગ્રી, 2 વર્ષ પછી ડિપ્લોમા અને 1 વર્ષ પછી સર્ટિફિકેટ કોર્સ આપવામાં આવશે. તેથી હવે વિદ્યાર્થીઓએ સ્નાતક થવા માટે 4 વર્ષ અભ્યાસ કરવો પડશે. નવી એજ્યુકેશન પોલિસી મુજબ વિદ્યાર્થીઓને ચાર વર્ષના અભ્યાસ બાદ ગ્રેજ્યુએશનની ડીગ્રી મળશે.