રાણીપ પોલીસે કલેકટર કચેરી પાસે ગોપાલ ઈટાલિયા સહિતના આપ ના કાર્યકરોએ રેલી સ્વરૂપે એકત્ર થઈ સરકારના નિર્ણય અને પોતાની માંગને લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા.
સરકારે નક્કી કરેલા માસ્કના દંડનો વિરોધ તેમજ હોસ્પિટલોમાં અસુવિધાઓને કારણે જે-તે વ્યક્તિની જવાબદારી નક્કી કરી તેઓ પાસે દંડ વસુલવાની આમ આદમી પાર્ટીની માંગ હતી. જોકે વિરોધ કરવા જતાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર અને પરમિશન વગર રેલી સ્વરૂપે એકત્ર થયેલા કાર્યકરો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી.
રાણીપ પોલીસે સોમવારે સાંજે 5 વાગ્યે ગોપાલ ઈટાલિયા સહિત 45 જણા વિરુદ્ધ આઈપીસી 188, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 51 (બી), મહામારી અધિ નિયમ 1897ની કલમ 3 અને જી.પી.એની કલમ 135 મુજબ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી.