Valsad વલસાડના જાણીતા વેપારીના પુત્રએ દમણમાં બેફામ કાર હંકારીને એક વ્યક્તિને કચડી નાંખતા ચકચાર મચી ગઈ છે. લોકોના મોઢે ચર્ચાતી ચર્ચા કાર ચાલાક નબીરો દારૂના નશામાં હતો.હાલ તો પોલીસે કાર્યવાહી કરી મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે. સંઘ પ્રદેશ દમણમાં હોળીની ધૂમ વચ્ચે આજે વડોદરા વાળી ઘટના બનતા અરેરાટી વ્યાપી જવા પામી છે. વલસાડના વેપારીના નબીરા (પુત્ર) એ પોતાની બ્રેઝા કાર બેફામ કાર હંકારી ચાર થી પાંચ જેટલા વાહનોને અડફટમાં લીધા હતા જેમાં બે ઇસમોને ટક્કર મારતા એક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણકારી આપી હતી.દમણમાં ખારીવાડ વિસ્તારમાં આજે વલસાડના…
કવિ: Satya-Day
India ભારતમાં કોરોના મહામારી પછી આરોગ્ય પ્રણાલી પર ફરી એકવાર ખતરો ઊભો થયો છે. દેશના એક રાજ્યમાં એક નવા અને ખતરનાક વાયરસે દસ્તક આપી છે, જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આરોગ્ય વિભાગ અને વૈજ્ઞાનિકો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને લોકોને સાવચેતી રાખવા માટે ચેતવણી આપી છે. વાયરસનો ઉદ્ભવ અને ફેલાવો આ નવા વાયરસની શરૂઆત કઈ રીતે થઈ અને તે કેટલાં સુધી ફેલાયો છે એ અંગે હજી સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. જોકે, આરોગ્ય વિભાગના જાણકારોનું માનવું છે કે આ વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ઝડપથી ફેલાઈ શકે છે. ખાસ કરીને મોસમી ફેરફાર અને પ્રતિરક્ષા…
Smart TV જો તમે હાલમાં 43 ઇંચના સ્માર્ટ ટીવી સસ્તામાં ખરીદવા માંગતા હો, તો ફ્લિપકાર્ટ અને એમેઝોનને ભૂલી જાઓ, કારણ કે વિજય સેલ્સ આ બંને ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ કરતાં વધુ સારી ડીલ્સ આપી રહ્યું છે. અહીં બ્રાન્ડેડ સ્માર્ટ ટીવી અડધી કિંમતે મળી રહ્યા છે, જે તમને ઓછી બજેટમાં શાનદાર મનોરંજનનો આનંદ આપે છે. ચાલો, વિજય સેલ્સ પર ઉપલબ્ધ ત્રણ શ્રેષ્ઠ ડીલ્સ વિશે જાણીએ: Redmi 108 cm (43 ઇંચ) 4K અલ્ટ્રા એચડી એલઇડી સ્માર્ટ ફાયરટીવીઆ ટીવી વિજય સેલ્સ પર 42% ડિસ્કાઉન્ટ બાદ માત્ર ₹24,990માં ઉપલબ્ધ છે. HDFC બેંક ક્રેડિટ/ડેબિટ કાર્ડ EMI વિકલ્પ સાથે તમે ₹2,500 સુધી બચત કરી શકો છો, જ્યારે IDFC…
Actress caught બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા તાજેતરમાં સોનાની તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ 14.2 કિલોગ્રામ વિદેશી સોનુ, જેની કિંમત અંદાજે 12.56 કરોડ રૂપિયા છે, જપ્ત કર્યું છે. આ કેસમાં બેંગલુરુ પોલીસના ડીજી રામચંદ્ર રાવની સાવકી દીકરી અને સાઉથની અભિનેત્રી રાન્યા રાવની ધરપકડ કરવામાં આવી છે. તેઓ તસ્કરી નેટવર્ક સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવી રહ્યું છે, અને તેમની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. સોનાની જપ્તી અને ધરપકડની વિગતો 3 માર્ચ 2025ના રોજ, DRI અધિકારીઓએ દુબઈથી બેંગલુરુ આવેલી 33 વર્ષની મહિલા મુસાફરને વિમાનમથક પર રોકી. મહિલાના શરીરમાં છુપાવેલું 14.2 કિલોગ્રામ સોનુ…
IND vs AUS આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના સેમીફાઇનલ મુકાબલામાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલું બેટિંગ કરવાનું નક્કી કર્યું અને તેમની ટીમે ભારત સામે 264 રનનું લક્ષ્ય મૂક્યું. ભારતીય ટીમે આ લક્ષ્ય 11 બોલ બાકી રહેતા પ્રાપ્ત કરી લીધું. ચાલો જાણીએ તે 5 મહત્વપૂર્ણ કારણો જેની મદદથી ભારતે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો. વિરાટ કોહલીની શાનદાર ઇનિંગ વિરાટ કોહલીએ એકવાર ફરી પોતાની ક્લાસિક બેટિંગનો પરિચય આપ્યો. તેમ છતાં તેઓ શતકથી ચૂકી ગયા, તેમ છતાં તેમની 84 રનની ઇનિંગે ટીમ ઈન્ડિયાને જીત તરફ દોરી. તેમની શાનદાર બેટિંગે માત્ર સ્કોરબોર્ડને મજબૂત…
Top 5 government schemes ભારત સરકારે નાગરિકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે ઘણી સરકારી બચત યોજનાઓ (Government Savings Schemes) અમલમાં મૂકી છે. આ યોજનાઓ ખાસ કરીને એવી વ્યક્તિઓ માટે છે, જેઓ પોતાનું રોકાણ સુરક્ષિત અને જોખમમુક્ત રીતે વધારવા ઇચ્છે છે. ઘણી સ્કીમ્સ આવકવેરા બચાવવા અને લાંબા ગાળાની બચત માટે પણ ફાયદાકારક છે. અહીં દેશની ટોચની 5 એવી સરકારી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે, જે હાલના સમયમાં સૌથી વધુ વ્યાજ આપી રહી છે: 1. કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra – KVP) કિસાન વિકાસ પત્ર એક લાંબા ગાળાની બચત યોજના છે, જે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. હાલનો વ્યાજ દર:…
Pi crypto network: તેના લોન્ચ સાથે જ, Pi કૉઇને બજારમાં નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી છે. તે સાથે જ, ક્રિપ્ટોકરન્સી ક્ષેત્રમાં તેણે જોરદાર વૃદ્ધિ નોંધાવી છે અને Bitcoin, Ethereum અને Dogecoin જેવી મુખ્ય ક્રિપ્ટોકરન્સીને પણ પાછળ છોડ્યા છે. આ ઉછાળાનું મુખ્ય કારણ Pi કૉઇનના નવા ઓપન નેટવર્ક લોન્ચ અને Binance લિસ્ટિંગની સંભાવના છે, જેણે રોકાણકારોમાં ઉત્સાહ અને અપેક્ષાઓ વધારી છે. 300%ની વધારાની નોંધ જેમ કે આપણે જાણીએ છીએ, તેના લોન્ચ સાથે જ, Pi કૉઇન ઉત્તમ પ્રદર્શન કરી રહ્યું છે. ગત 24 કલાકમાં, Pi કૉઇને 37%થી વધુનો ઉછાળો મેળવ્યો છે. તે જ નહીં, તેના લોન્ચ પછીથી, તેમાં લગભગ 300%ની વૃદ્ધિ જોવા મળી છે.…
Dharampur હાલમાં ધરમપુર ગામમાં શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા એક અનોખા શૈક્ષણિક સંકુલના નિર્માણનો પાયો નખાવા જઈ રહ્યો છે, ત્યારે જાણીએ કે ખરેખર આ પ્રકલ્પની વિશેષતા શું છે. શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક ટ્રસ્ટ અંતર્ગત છેલ્લા 20 થી વધુ વર્ષોથી શાળાઓ, વિજ્ઞાનપ્રવાહની કોલેજ, સ્કિલ ડેવલપમેન્ટ સેંટર સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ સફળતાપૂર્વક કાર્યરત છે. તેમના આ આગામી શૈક્ષણિક સંકુલના પ્રોજેક્ટમાં વધુ ઊંડા ઉતારતાં જણાય છે કે આ ખુબ દૂરદૃષ્ટિથી કરાયેલ લાંબા ગાળાની વિકાસલક્ષી પરિકલ્પના છે. આ વિશાળ સંકુલમાં નવીન સ્કિલ ડેવલપમેન્ટ સેંટર, નર્સિંગ કોલેજ અને ઉદ્યોગસાહસિકતા, ટૂંકા ગાળાના ખેતી તથા કોમ્પ્યુટર સંબંધિત અનેક અભ્યાસક્રમો શરુ થવાના છે, જેનો લાભ દર વર્ષે 3500 થી…
Valsad નગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે, તેવામાં વલસાડ નગરપલિકા માટે કોંગ્રેસમાં ગાબડાં પડવાની શરુઆત થઈ ગઈ છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રોનક શાહે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. ડાંગ-વલસાડના ભાજપના સાંસદ ધવલ પટેલ અને વલસાડ ભાજપ પ્રમુખ હેમંત કંસારાની હાજરીમાં રોનક શાહ ભાજપમાં જોડાયા, તેના કારણે રાજકીય લેવલે ભારે ગરમાટો જોવા મળી રહ્યો છે. રોનક શાહે વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં પોતાની પત્ની યોગિની શાહ માટે વોર્ડ નંબર-3 માટે ભાજપમાંથી ટિકિટની માંગ કરી હતી,જે મળી પણ ગઈ છે. આમ જોવા જઈએ તો વલસાડ, પારડી, ધરમપુર એમ ત્રણ નગરપાલિકાની 96…
Surat અનોખા સાહસનો સંગમ એટલે સમુદ્ર હોડી સ્પર્ધા —— તા.૧૬મી ફેબ્રુ.-રવિવારે હજીરા પોર્ટ રો-રો ફેરી પાસેથી મગદલ્લા પોર્ટ સુધીની ૨૧ કિમીની ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા યોજાશે ——– સદ્દગત પૂ. મોટાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ૧૯૭૦-૭૧માં પ્રથમવાર દીવથી જાફરાબાદ વચ્ચે સમુદ્ર હોડી સ્પર્ધા યોજાઈ હતી —— સઢવાળી હોડીઓ વચ્ચે હરિફાઈ જામશે ——– રાજ્યના યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર આયોજિત હરિઓમ આશ્રમ-નડિયાદ પ્રેરિત અને સુરત જિલ્લા વહીવટી તંત્ર સંચાલિત ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા તા.૧૬મીએ રવિવારે હજીરા પોર્ટ રો-રો ફેરી પાસેથી શરૂ કરી મગદલ્લા પોર્ટ (૨૧ કિ.મી.) સુધી યોજાશે. સ્પર્ધાનો માર્ગ હજીરાથી ગણપતિ વિસર્જન ઓવારા સુધી રહેશે. માત્ર…