Author: Satya-Day

Supreme Court

ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી રાફેલ ડિલ અંગે સુપ્રીમ કોર્ટે મોદી સરકાર પાસે સંપૂર્ણ જાણકારી માંગી છે. ડિલ અંગે દાખલ કરવામાં આવેલી રીટ પીટીશન અંગે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે સરકાર બતાવે કે કેવી રીતે ડિલ ફાઈનલ કરવામાં આવી છે. હવે પછી આ કેસની સુનાવણી આ મહિનાના અંતિમે થશે. રાફેલ ડિલ અંગે કોર્ટમાં દાખલ થયેલી રીટ પીટીશનમાં અરજ ગુજારવામાં આવી છે કે સરકાર રાફેલની પ્રાઈઝનો ખુલાસો કરે. રાફેલ પર સુનાવણી કરતા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટીસ એસકે કૌલ અને જસ્ટીસ જોસેફે કહ્યું કે રાફેલ ડિલ અંગે મોદી સરકારે કોર્ટને બતાવવું જોઈએ કે ડિલની પ્રક્રીયા શું…

Read More
alpesh thakor

ગુજરાતમાં હિન્દીભાષીઓ પર થઈ રહેલા હુમલામાં ઠાકોર સેનાના પ્રમુખની પોલીસે ધરપકડ કર્યા બાદ ઠાકોર સેનાના ચીફ અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર બેકફૂટ પર આવી ગયા છે. પ્રથમ તો અલ્પેશે પ્રેસ કોન્ફરન્સ યોજી ઠાકોર સેનાના કાર્યકરો સંડોવાયા ન હોવાનું જણાવ્યું હતું પરંતુ ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના પર આક્રમક રીતે રાજકીય હુમલો કરવામાં આવતા અલ્પેશ ઠાકોરની મોટી રાજકીય પીછેહઠ થઈ છે. અલ્પેશ ઠાકોરે યુપી અને બિહારના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યા છે અને આ પત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અલ્પેશ ઠાકોરે લખેલા લેટરમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે હિન્દીભાષી લોકો પર થઈ રહેલા હુમલામાં ઠાકોર સેનાના કોઈ પણ કાર્યકરની કોઈ સંડોવણી નથી.…

Read More
pareshdhanani amitchavda

ગુજરાત કોંગ્રેસમાં જરાય સરખું ચાલી રહ્યું નથી. 43 વર્ષીય યુવા પ્રમુખ આવ્યા બાદ એવું લાગતું હતું કે ગુજરાતમાં કોંગ્રેસના દિવસો સારા આવશે અને યુવાઓ તથા સિનિયરો વચ્ચેનું સંગઠન વધુ મજબૂત થશે. પરંતુ કોંગ્રેસની દશા નવા પ્રમુખ આવ્યા બાદ સુધરવાના બદલે વધુને વધુ બગડી રહી હોવાનું માની શકાય છે. ખુદ કોંગ્રેસીઓમાં અમીત ચાવડાને લઈ ભારે અજંપો પ્રવર્તી રહ્યો છે. પ્રદેશ પ્રમુખ ઉપરાતં કોંગ્રેસે વિપક્ષી નેતા પદે પણ યુવા નેતા પરેશ ધાનાણીની પસંદગી કરી. એવું મનાતું હતું કે બન્ને યુવા નેતા કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે અને વર્ષોથી જૂથવાદમાં ખપી ગયેલી કોંગ્રેસને બહાર કાઢવાનો પ્રયાસ કરશે પણ એવું કશું દેખાતું નથી. આજે સ્થિતિ…

Read More