Author: Satya-Day

dhaval patel

સુરત શહેરમાં સાપ્તાહિકોની સામે અસંખ્ય ફરીયાદોના પરિણામ સ્વરૂપ જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ ડો.ધવલ પટેલ દ્વારા આકરા પગલા ભરવામાં આવે તેવી માહિતી મળી છે. ખાસ કરીને સુરતમાં સાપ્તાહિકનું ટાઈટલ મેળવી કેટલાક સાપ્તાહિકો દ્વારા બ્લેક મેઈલીંગની ફરીયાદો ખડકલો થતાં કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને આવા પ્રકારના સાપ્તાહિકોની યાદી તૈયાર કરવાનું ફરમાન જારી કરવામાં આવ્યું હતું. સુરતમાં નીકળતા વીકલી પૈકી 50 ટકા વીકલીનું રજિસ્ટ્રેશન રદ્ કરવામાં આવે તેવી માહિતી આધારભૂત રીતે મળી રહી છે. વીકલી ન્યૂઝ પેપરમાં ગેરકાયદે બાંધકામ અને દારુ-જુગારનાં અડ્ડાના ફોટો અને આવી ખબરો સિવાય વધારે કશું જોવા મળતું નથી. આ ઉપરાંત ચાર પાનાના ચોપાનીયા કાઢીને રજિસ્ટ્રાર ન્યૂઝ…

Read More
jahur11

સુરતમાં કોંગ્રેસના અગ્રણી અને ભાજપના કાર્યકર સહિત ત્રણની વિરુદ્વ ખંડણીની ફરીયાદ દાખલ થતાં ચકચાર મચી જવા પામી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતા વોયવૃદ્વ મુસ્લિમે ફરીયાદ કરી છે. પોલીસે ફરીયાદના અનુસંધાનમાં તપાસ હાથ ધરી છે. પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે સલાબતપુર, જૂનીઈદગાહ ખાતે રહેતા 80 વર્ષના ઈસ્માઈલ વાડીવાલા નામાના વયોવૃદ્વે નોંધાવેલી ફરીયાદ અનુસાર ઝાંપાબજારમાં રહેતા ઝહુર કુરૈશી, નાનપુરામાં રહેતા ચેતન માછી અને ગુજરાત કોંગ્રેસના મંત્રી તથા રાંદેર વિસ્તારમાં રહેત ફિરોઝ મલેકે ઈસ્માઈલ વાડીવાળા પાસેથી બે લાખ રૂપિયા લઈ લીધા હતા અને બીજા 10 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. ત્રણેય જણાએ ટોળકી બનાવી ઈસ્માઈલ વાડીવાળાના ઘરમાં ધુસી જઈ તેમની દિકરી સલમાને ધાક-ધમકી…

Read More
190979 SBM FINAL

મુંબઈ ખાતે આવેલી સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસની નરીમાન પોઈન્ટના રાહેજા સેન્ટરમાં સાયબર રોબરીથી ચકચાર મચી જવા પામી છે. ઈન્ટરનેશનલ હેકર્સએ લૂંટારૂ બનીને 143 કરોડની અધધધ કહી શકાય તેવી સાયબર રોબરીને અંજામ આપ્યો છે. આ અંગે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. બેન્કમાં થયેલી રોબરીએ આખીય બેન્કીંગ સિસ્ટમને અદ્વરતાલ કરી દીધી છે. વિગતો મુજબ સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસમાં ગત પાંચમી ઓક્ટોબરે આ મામલો ધ્યાને આવ્યો હતો. બેન્કના અધિકારીએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે કે ઈન્ટરનેશનલ હેકર્સ દ્વારા બેન્કના અનેક ખાતા હેક કરીને સાયબર રોબરીને અંજામ આપવામાં આવ્યો છે. ભારત અને વિદેશના ખાતા પણ સાયબર રોબર્સની વરુણીમાં આવી ગયા છે. હેક કરવા માટે…

Read More
me

#MeToo એટલે કે જાતીય સતામણી અને લૈંગિક હુમલા કરવા માટેનું સોશિયલ એજીટેશન છે. 2017ના ઓક્ટોબર મહિનામાં  #MeTooનો ભારોભાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકામાં આ આંદોલને સોશિયલ મીડિયામા વેગ પકડ્યું હતું. વ્યાપક રૂપે ફેલાયેલા જાતીય શોષણના દુષણની સામે #MeToo હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ હેશટેગ હમણાં-હમણા ખાસ્સું પ્રચલિત થયું છે. નાના પાટેકર,આલોકનાથ, એમજે અકબરથી લઈ સુભાષ ઘાઈ, કૈલાશ ખૈર અને સાજીદ ખાન સુધીની અનેક નામી હસ્તીઓ આની અડફેટે આવી ગઈ છે. #MeToo હેશટેગ હાર્વે વેઈન્સટાઈન સામે લૈગિંગ દુર્વ્યવહાર બાદ સોશિયલ મીડિયામાં તરત ચલણમાં આવ્યું. અમેરિકામાં આ હેશગેટનો ઉપયોગ પહેલી વાર થયો. અમેરિકાની સામાજિક કાર્યકર તારના બર્કેએ 2006માં #MeToo અંગે…

Read More
sharad

લોકસભા ચૂંટણી માટેની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી અને કોંગ્રેસ વચ્ચે મહારાષ્ટ્રમાં ગઠબંધન છે. આ ગઠબંધનની અસર ગુજરાતમાં પણ પડવાની છે. મહારાષ્ટ્રમાં પવારે કુલ 48 લોકસભા સીટ પૈકી 24 સીટ એટલે કે અડધો-અડધ સીટ કોંગ્રેસ પાસે માંગી છે. 24 સીટ માંગી પવારે કોંગ્રેસને ફિક્સમાં મૂકી દીધી છે. જ્યારે ગુજરાતમાં એનસીપી ઓછામાં ઓછી 4 સીટ માંગી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. એનસીપીના નેતા જીતેન્દ્ર આવ્હાડે કહ્યું છે કે શરદ પવાર આગામી લોકસભાની ચૂંટણી લડવાની નથી. કોંગ્રેસ સાથેના જોડાણમાં 24 સીટની માંગ કરવામાં આવી છે. શરદ પવારે ઉમેદવાર તરીકે પોતાના નામની ચર્ચા કરવાની સ્પષ્ટ રીતે ના…

Read More
વાવાઝોડું

બંગાળની ખાડીમાં પવનના ઓછા પ્રેશરને કારણે ચક્રવાતી તોફાન તિતલી કમજોર થતાં ભારતના કાંઠા વિસ્તારના રાજ્યો ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ અને પ.શ્ચિમ બંગાળને રાહત મળી છે. પરંતુ ઓમાનના કિનારા પર લુબાન નામનું તોફાન સક્રીય થયું છે. હવામાન ખાતું આના પર નજર રાખી રહ્યું છે. હવામાન ખાતાના અધિકારીઓનું માનવું છે કે હિંદ મહાસાગરમાં એક જ ગતિઓ બે ચક્રવાતી તોફાન સક્રીય થયા છે જે દુર્લભ છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે ભારતમાં હાલ તો તિતલીની અસર જોવા મળી રહી છે. લુબાનનું ચક્રવાત ભારતીય તટથી 500 કિમી દુર છે અને ભારતના બદલે ઉત્તર-પશ્ચિમની દિશા તરફ આગળ વધી રહ્યું છે. તિતલી તોફાનનું નામ પાકિસ્તાને…

Read More
computer generic

ઈન્ટરનેટ યુઝર્સ માટે આગામી 48 કલાક માઠા સમાચાર લઈને આવી રહ્યા છે. રશિયન ન્યૂઝ પેપરના રિપોર્ટ પ્રમાણે 48 કલાક સુધી નેટ બંધ થઈ શકે છે અને સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ જશે. નેટવર્ક કનેક્શન ફેલીયરનો યુઝર્સે સામનો કરવાનો વારો આવી શકે છે. ધ ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઇન્ડ એન્ડ નંબર્સે કહ્યું કે, સાયબર એટેકની વધતી ઘટનાઓને જોતા આવું કરવું જરૂરી બની ગયું હતું. કોમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરિટીએ કહ્યું કે એક સુરક્ષિત, સ્થિર DNS નક્કી કરવા માટે ગ્લોબલ ઇન્ટરનેટ શટડાઉન કરવું જરૂરી છે. ધ ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઇન્ડ એન્ડ નંબર્સ( ICANN)ના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમને રૂટીનમાં શટ ડાઉન કરવાની ફરજ પડે છે. રશિયા…

Read More

પાછલા  મહિનાથી લટકી રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનના માળખાની બે-ચાર દિવસમાં જાહેરાત કરવામાં આવશે એવી માહિતી મળી રહી છે. આવતા સપ્તાહે માળખું જાહેર થવાની શક્યતા જોવામાં આવી રહી છે. કોંગ્રેસ વર્તુળો મુજબ ગુજરાત કોંગ્રેસના માળખાની જાહેરાત આવતીકાલે નવરાત્રિના પ્રથમ દિવસે જ કરવાની હતી પરંતુ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સાંસદોના વિદેશ પ્રવાસમાં જોડાયા હોવાથી આ જાહેરાતમાં વિલંબ થયો છે અને ત્રણ-ચાર દિવસમાં રાજીવ સાતવ પરત ફર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવનારી હોવાની માહિતી મળી રહી છે. કોંગ્રેસના આધારપાત્ર સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા માળખામાં લગભગ 200 થી વધુ હોદેદારોનો સમાવેશ કરાશે જેમાં યુવા ચહેરાઓને…

Read More
rampal

સતલોક આશ્રમ પ્રકરણમાં વિવાદાસ્પદ સંત બાબા રામપાલને હત્યાના કેસોમાં દોષિત જાહેર કરવામાં આવ્યો છે. સતલોક આશ્રમમાં 2014માં થયેલી હત્યા કેસમાં બાબા રામપાલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. 16-17 ઓક્ટોબરે સજાનું એલાન કરવામાં આવશે. હિસાર જેલમાં જજે આ ચુકાદો આપ્યો છે. બાબા રામદેવની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જજ સામે રામપાલને રજૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 18 નવેમ્બર 2014માં સતલોક આશ્રમમાં હંગામો થયો હતો. જેમાં એક 5 મહિલા સહિત 6 લોકોના મોત નિપજ્યા હતા. આ કેસમાં રામપાલ સહિત કુલ 14 આરોપી છે. આ મામલે બાબા રામપાલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. હત્યા કેસમાં ચુકાદો જાહેર થવાનો હોવાથી હિસાર…

Read More
jitu

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના હાથમાંથી સત્તા જતાં-જતાં રહી ગઈ. હાર્દિક પટેલ. અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીના આંદોલને ભાજપને ભોયભૂ કરવામાં કોઈ કસર રાખી ન હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું સંગઠન આ ત્રણેય યુવા નેતાઓની તોલે ઉણો ઉતર્યું એ વાતનો કોઈ ઈન્કાર કરી શકે એમ નથી. વિધાનસભામાં ભાજપની બૂરી વલે થઈ હોવા છતાં પ્રદેશ ભાજપના પ્રમુખ પદે જીતુ વાઘાણીને અનેક વિરોધ વચ્ચે ચાલુ રાખવામાં આવ્યા તે વાતની પાછળના અનેક કારણો હોઈ શકે છે પરંતુ મહત્વનું કારણ એ છે કે જીતુ વાઘાણી પર સીધી રીતે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહના ચાર હાથ છે. અમીત શાહે બોલેલા એકેય શબ્દને તેઓ જરાય અવગણતા નથી. યસમેન…

Read More