ઈન્ટરનેટ યુઝર્સ માટે આગામી 48 કલાક માઠા સમાચાર લઈને આવી રહ્યા છે. રશિયન ન્યૂઝ પેપરના રિપોર્ટ પ્રમાણે 48 કલાક સુધી નેટ બંધ થઈ શકે છે અને સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ જશે. નેટવર્ક કનેક્શન ફેલીયરનો યુઝર્સે સામનો કરવાનો વારો આવી શકે છે.
ધ ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઇન્ડ એન્ડ નંબર્સે કહ્યું કે, સાયબર એટેકની વધતી ઘટનાઓને જોતા આવું કરવું જરૂરી બની ગયું હતું.
કોમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરિટીએ કહ્યું કે એક સુરક્ષિત, સ્થિર DNS નક્કી કરવા માટે ગ્લોબલ ઇન્ટરનેટ શટડાઉન કરવું જરૂરી છે. ધ ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઇન્ડ એન્ડ નંબર્સ( ICANN)ના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમને રૂટીનમાં શટ ડાઉન કરવાની ફરજ પડે છે.
રશિયા ટૂડેના રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ ઈન્ટરનેટ સેવા બાધિત થવાની સ્થિતિ છે. કારણ કે મેઈન સર્વર સહિત તેની સાથે સંકળાયેલા નેટવર્ક ઈન્ફાસ્ટ્રકચરને બંધ કરવાની જરૂરીયાત ઉભી છે. આ સમય દરમિયાન સિપ્ટોગ્રાફિક કીનું મેઈન્ટેનન્સ કામ કરવામાં આવે છે. આ કી દ્વારા ઈન્ટરનેટ એડ્રેસ બુક અને ડોમેઈન નેમ સિસ્ટમને સુરક્ષિત રાખવામાં આવી છે. આ ઉપરાંત સાયબર અટેકથી પણ પ્રોટેક્શન આપવામાં આવે છે.
કોમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરિટી(CRA)એ જણાવ્યું કે ઈન્ટરનેટ બંધ કરવું એ સુરક્ષાના કારણોસર જરૂરી છે. ખાસ કરીને ઈન્ટરનેટ DNSને પ્રોટેક્ટ કરવામા આવે છે. જોકે ઉચિત સિક્યોરિટી એક્સટેન્શન અનેબલ કરીને આની અસરથી બચી શકાય છે.’