Author: Satya-Day

ટ્રેન

બુલેટ ટ્રેનનો ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ખેડુતોએ બુલેટ ટ્રેનની સામે મોરચો ખોલી દીધો છે ત્યારે હવે દિલ્હીમાં પણ બુલેટ ટ્રેનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં મળેલી સભામાં બુલેટ ટ્રેનનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપ સિવાયના કોંગ્રેસ, સપીઆઈએમ, સીપીઆઈ, સપા,બસપા, આપ,જદ-યુ ઉપરાંત દેવગૌડા સેક્યુલર જનતાદળ, ખેડૂત સંઘર્ષ સમિતિ, ના નેતાઓ એ હાજર રહી સમર્થન કર્યું. ગુજરાત સીપીઆઈએમ ના આગેવાન અરુણ મહેતા, સુરતના મનસુખ ખોરાસિયા, વલસાડના હસમુખ વારલી, ભાવનગરના અશોક સોમપુરા સહીત 50 થી વધુ ખેડૂતો  સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં બુલેટ ટ્રેન વિરુદ્વ ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. ખેડુતોનો જમીનના વળતરમાં અન્યાય કરવામાં આવી…

Read More
bjp 1

ગુજરાત ભરમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવ બની રહ્યા છે. એક તરફ ભાજપના નેતાઓ પરપ્રાંતીયો પરના હુમલાને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવે છે તો બીજી તરફ ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા સોશિયલ મીડિયા અને જાહેરમાં તેમના વિરુદ્વ નિવેદન અને પોસ્ટ મૂકવામાં આવી રહી છે. છોટાઉદેપુરના ભાજપના ખચાનચીએ પરપ્રાંતીયોને કદવા કહી તેમના વિરુદ્વ પોસ્ટ મૂકતાં ચકચાર જાગી છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ રાજ્યની ભાજપ સરકાર દ્વારા પરપ્રાંતિયોને ગુજરાતમાં તમામ સુરક્ષા આપવામાં આવતી હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે, તો બીજી બાજુ ભાજપના જ કાર્યકરો દ્વારા ખુલ્લેઆમ પરપ્રાંતીયોને ધમકાવવામાં આવી રહ્યાં છે. છોટાઉદ્દેપુરના ભાજપના કોષાધ્યક્ષ સચિન સરકાર તડવીએ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર…

Read More
ભાજપ 1

જામખંભાળિયામાં બે દિવસ પહેલા સાંસદ પૂનમ માડમનો આદેશ ન માનનારા અને ખંભાળિયા પ્રજાના હિતમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા ફટાકડાના વેપારીઓના લાયન્સ રીન્યુ ન કરનારા મામલતદાર ચિંતન વૈષ્ણવને સાંસદ પૂનમ માડમની સુચના મુજબ રજા પર મોકલી આપવામાં આવ્યા છે. ચિંતન વૈષ્ણવ 2011માં મામલતદાર તરીકે નિમણુક પામ્યા બાદમાં તેમની બદલી હળવદ ખાતે થઈ હતી. પરંતુ હળવદમાં જાહેર રસ્તા પર ગેરકાયદે હોટેલ ખડકી દેનારા અને તત્કાલીન ભાજપના ધારાસભ્ય જયતિ કવાડીયાના ટેકેદારનું દબાણ હટાવવા જતા તેમની બદલી મહેસાણા ખાતે કરી નાખવામાં આવી. મહેસાણામાં ચિંતન વૈષ્ણવે ટેક્સ ન ભરનારી, બાળ મજુરો રાખનારી અને વાસી ફૂડ પીરસતી એક રેસ્ટોરન્ટને સીલ મારી દીધું પણ આ રેસ્ટોરન્ટના એક મોટા…

Read More
નરેશ

પાટીદાર સમાજના શ્રધ્ધા ધામ ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ આવતીકાલે સુરત આવી રહ્યા છે. નરેશ પટેલ હવે જાહેરમાં વધુ સક્રીય થઈ રહેલા દેખાય છે. ગયા પખવાડિયે હાર્દિક પટેલના 13 દિવસના ઉપવાસના પારણા કરાવ્યા બાદ હવે તેએ સુરત આવી રહ્યા છે. વિગતો મુજબ રાજદ્રોહના કેસમાં જેલવાસ ભોગવી રહેલા અને પાટીદાર અનામત આંદોલન સમિતિના મહત્વના આગેવાન એવા અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિ માટેના નરેશ પટેલ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સુરત આવી નરેશ પટેલ પ્રથમ અલ્પેશ કથીરીયાની ઘર અને પરિવારજનોની મુલાકાત લેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન નરેશ પટેલને કોંગ્રેસના સિક્રેટ સીએમ તરીકે ખાસ્સા ઓળખવામાં આવ્યા હતા. પરંતુ રાજકારણમાં જોડાવા અંગે…

Read More
વિઝા

વિવિધ બેન્કોના માસ્ટર કાર્ડ, અમેરિકન એકસપ્રેસ, વીઝા કાર્ડ છે, તો તમને આંચકો લાગી શકે છે. 15 ઓકટોબર 2018ની મધરતાથી આ તમામ કાર્ડ બંધ થઇ જવાના ભણકાર વાગી રહ્યા છે. જોકે,હજુ સધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દેશભરમાં નિશ્ચતિ કરાયેલી કંપનીઓ ATM/ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની સેવા પૂરી પાડે છે. તે ઉપરાંત ફેસબુક, પેપાલ, અમેઝોન, માઇક્રોસોફટ અને અન્ય વિદેશી પેમેન્ટ કંપનીઓથી અકિલા ચુકવણી પર અસર પડશે. આવું આ કંપનીઓ તરફથી આરબીઆઇની લોકલ ડાટા સ્ટોરેજની નીતીને સ્વિકારવાની ના પાડવાના કારણે થશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ(RBI) આ કંપનીઓને 6 મહિનાનો સમય આપ્યો હતો, કેમકે તેઓ ભારતમાં અકીલા જ ડાટા…

Read More
honeytrap

હાલમાં MeTooનો વિવાદ ચાલી રહ્યો છે તેવામાં રાજકોટ ખાતે હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. યુવતીએ ફેસબુક ફ્રેન્ડને બોલાવી 12 લાખ રૂપિયા માંગ્યા હોવાનો કિસ્સો ચકચારી બન્યો છે. સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી ત્રણ યુવકો સાથે સાંઠગાંઠ રચીને યુવાનને માર માર્યો, મોબાઈલ લૂંટી લીધો હતો અને 12 લાખની ખંડણી માંગી હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. વિગત એવી છે કે ફેસબુક પર ફ્રેન્ડશીપ કર્યા બાદ યુવતે સુરેશ નામના યુવકને રાજકોટના રેસકોર્સ ખાતે આવેલા લવગાર્ડન ખાતે મળવા બોલાવ્યો હતો. નીતુ રાવલ નામની યુવતીએ સુરેશને મળવા બોલાવ્યા બાગ તેની સાથે ત્રણ શખ્સો પણ આવ્યા હતા. નીતુ સાથે આવેલા ત્રણેય…

Read More
driving license

જુલાઈ-2019થી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જારી થનાર ડ્રાઈવિંગ લાયસન્સ અને વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી બુક એક જેવા બનશે. ડ્રાઈવિંગનો રંગ, લૂક અને ડિઝાઈન સહિતના ફિચર્સ સાથે નવા ડ્રાઈવિંગ લાયસન્સ લોકોને મળશે. સ્માર્ટ ડીએલ અને આરસીમાં માઈક્રોચીપ તથા ક્યુઆર કોડ હશે. આ કાર્ડમાં મેટ્રો અને એટીએમ કાર્ડની જેમ નિયરફિલ્ડ કોમ્યુનિકેશન(NFC) પણ હશે.આનાથી ટ્રાફિક પોલીસને તરત જ સંપૂર્ણ જાણકારી મળી જશે. જો વાહન હાંકનારે અંગ કર્યું છે તો તેની પણ જાણકારી તેમાં ઈઝીલી મળી જશે. જો ડ્રાઈવર દિવ્યાંગ છે તો ખાસ રીતે તૈયાર કરાયેલી સૂચના કાર્ડમાં ઉપલબ્ધ હશે. પ્રદુષણ નિયંત્રણની સુવિધા માટે ઈમિશનની પણ આરસી બુકમાં સુવિધા હશે.…

Read More
smimer

સુરત ખાતે આવેલી સ્મીમેર હોસ્પિટલમાં બનેલા રેગિંગના મામલામાં પાંચ રેસિડેન્ડ ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ રેગિંગની ફરિયાદ હોસ્પિટલના ડીનને કરી હતી જેમણે આ મામલો એન્ટી રેગિંગ કંપનીને સોપ્યો હતો. ત્યારબાદ રેસિડેન્ટ ડોક્ટરોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો મુજબ સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડો. મિતેશ, ડો. અંકિત. ડો. શાલીન સહિત પાંચ રેસિન્ડેટ ડોક્ટરો સામે રેગિંગની ફરિયાદ કરવામાં આવી હતી. આ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ડો. રાજનને બે ટર્મ માટે અને ડો. અંકિતને એક ટર્મ માટે સસ્પેન્ડ કરાયા છે. જ્યારે અન્ય ત્રણને એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે…

Read More
modi11

દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્યા પટનાયકને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો છે. ઈ-મેલમાં ધમકી આપવામાં આવી છે કે 2018માં મોદી પર હુમલો કરવામાં આવશે, દિલ્હી પોલીસ કમિશનરના સત્તાવાર મેલ પર આ ધમકી આપવામાં આવી છે. હત્યા કરવાની ધમકી આપતા મેલ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. મેલ કોણે મોકલ્યો અને તેનો ઈરાદો શો છે તે અંગે આગળની તપાસ કરવામાં આવશે. આ ઈમેલ નોર્થ-ઈસ્ટ સ્ટેટમાંથી મોકલાયો છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલાંગાણામાં યોજાનારી ચૂંટણી પૂર્વે મેલ આવતા સિક્યુરીટી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. આ તમામ પાંચ રાજ્યોમાં મોદી સભાઓને સંબોધન કરવા જવાના છે. જૂન મહિનામાં પૂણે પોલીસે…

Read More
harshad

છેલ્લા 12 દિવસથી હર્ષદ ઠક્કર લાપતા થયા છે. હજુ સુધી તેમની કોઈ ભાળ કે જાણકારી મળી નથી. ઠક્કર પરિવાર આ ઘટનાથી હેબતાઈ ગયો છે અને ચિંતામાં ગળાડૂબ છે. માહિતી મુજબ શેરબજાર કડડડભૂસ થતાં હર્ષદ ઠક્કરને ભારે નુકશાન થવા પામ્યું હોવાનું કહેવાય છે. વિગતો મુજ બીજી ઓકટોબરના દિવસે હર્ષદ ઠક્કર તેમની મુંબઈ સ્થિત ઓફિસથી ગૂમ થયા છે. તેમના અપહરણની શંકા પણ નકારી શકાતી નથી. હર્ષદ ઠક્કર આશાપુરા ઈન્ટીમેટ ફેશન લિમિટેડના માલિક છે અને વેલેન્ટાઈન ગ્રુપના સીએમડી છે. સુરત અને વડોદરામાં તેમના ચાર સ્ટોર છે જ્યારેવેલેન્ટાઈનના નામથી દેશભરમાં નેટવર્ક ધરાવતા છે. મુંબઈમાં પાંચ સ્ટોર છે. હર્ષદ ઠક્કર મૂળ કચ્છના જખૌના વતની છે.…

Read More