Author: Satya-Day

parbat11

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામે આયોજીત ચૌધરી સમાજના કન્યા સ્કુલ અને કોલેજ માટે ભુમિપૂજન દરમિયાન ગુજરાત સરકારનાં મંત્રી પરબત પટેલ અચાનક જ સ્ટેજ પર પડી ગયા હતા. આ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. નીતિન પટેલની હાજરીમાં પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ પડી જતાં ભારે કુતુહુલતાનું વાતાવરણ નિર્માણ થયું હતું, ભૂમિપૂજનમાં વિધિ પુરી થયા બાદ મંત્રી પરબત પટેલ ઉભા થઈને જઈ રહ્યા હતા ત્યારે પડી ગયા હતા. હાજર લોકોએ તેમને હાથ પકડીને ઉભા કર્યા હતા. પરબત પટેલ પડી જવાની ઘટનાને સોશિયલ મીડિયા પર ખાસ્સી વાયરલ કરવામાં આવી હતી, બનાસકાંઠના દિયાદરના રૈયા ગામે ચૌધરી સમાજની કન્યા સ્કુલ…

Read More
ekta

31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી વગેરેએ અલગ અલગ જગ્યાએથી એકતા યાત્રા કાઢી છે. હવે આ એકતા યાત્રા એટલે શું? સરદાર પટેલે 522 રાજ-રજવાડાઓને ભારત સાથે જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે અને આની વૈશ્વિક ફલક પર પણ નોંધ લેવાઈ છે. આ રજવાડાઓમાં હિન્દુ-મુસ્લિમ બધા જ હતા પણ ભાજપની એકતા યાત્રા માત્ર  ભાજપની જ એકતા યાત્રા બની રહેલી દેખાય છે. ભાજપના કાર્યકરો, આગેવાનો સિવાય એકતા યાત્રામાં ખરી એકતાના દર્શન થતાં નથી.…

Read More
shankar1

મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને છોડી દેતા હવે સિનિયર અને જૂનિયર વાઘેલા શું કરશે તેના પર સૌની મીટ મંડાઈ છે ત્યારે ગુજરાતમાં બાપુ NCPને રિવાઈવ કરશે તેવી અટકળો ગરમ થઈ છે. શંકરસિંહ વાઘેલા NCP આગમનની અટકળો વચ્ચે NCPના ગુજરાત પ્રમુખ જયંતિ પટેલ(જયંતિ બોસ્કી)એ અલગ ચોકો ઉભો કરી દીધો છે. જયંતિ બોસ્કીએ NCPના જિલ્લાવાર પ્રમુખોની જાહેરાત કરવા માંડી છે અને કોંગ્રેસ સાથે ગઠબંધન થાય તો પોરબંદર, નવસારી, ખેડા કે આણંદ જેવી બેઠકો માંગવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. આ સ્થિતિમાં બાપુના NCP પ્રવેશની ઘડીઓ ગણવામાં આવી રહી છે. હવે સ્થિતિ જોઈએ તો બાપુને બોસ્કી પહોંચી વળે તેમ નથી. બાપુએ શરદ પવારને સ્પષ્ટ…

Read More
punjab

અમૃતસરમાં રાવણ દહન દરમિયાન થયેલી થયેલી ટ્રેન દુર્ઘટનામા ઓછામાં 70 લોકોએ જાન ગુમાવ્યા છે. રેલવેનાં તંત્રએ ઘટનાથી પોતાનો બચાવ કર્યો છે અને રાજ્ય સરકાર પર દોષનો ટોપલો નાંખી દીધો છે. ટ્રેન નહીં અટકાવનારા ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. રેલવેના પ્રવક્તા દીપક કુમારે જણાવ્યું કે આ કાર્યક્રમ રેલવા અધિકાર ક્ષેત્રની બહાર આયોજીત કરવામાં આવ્યો હતો. દશેરાના આયોજન અંગે ન તો સ્થાનિક તંત્ર કે આયોજકોએ કોઈ પણ પ્રકારની જાણકારી આપી ન હતી રેલવેની મંજુરી લેવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. શુક્રવારે સાંજે કાર્યક્રમના સમયે રેલવે ક્રોસીંગ બંધ હતા. વરિષ્ઠ રેલવે અધિકારીએ કહ્યું કે ડીઝલ મલ્ટીપલ યૂનિટ (ડીએમયૂ) જાલંધર-અમૃતસર પેસેન્જર ટ્રેનના ડ્રાઈવરે ઈમરજન્સી…

Read More
train

પંજાબના અમૃસરમાં ટ્રેન ધુર્ઘટનામાં અત્યાર સુધી 70 કરતાં વધુ લોકોના મોત નિપજ્યા હોવાના સમચાર મળી રહ્યા છે. આ ઘટના અમૃતસર અને મનાવલા વચ્ચે ફાટક નંબર 27 પાસે બની હતી. જ્યારે ઘટના બની ત્યારે લોકો રાવણ દહનનો કાર્યક્રમ જોઈ રહ્યા હતા અને ટ્રેક પર ઉભા હતા. આ સમય દરમિયાન ડીએમયુ ટ્રેન નંબર 74943 ત્યાંથી પસાર થઈ હતી. રાવણ દહન વખતે ફટાકડાનો અવાજ વધુ હોવાથી લોકોને ટ્રેનના હોર્નનો અવાજ સંભળાયો ન હતો. આના કારણે 70 કરતાં વધુ લોકો મોતને ભેટયા હતા. પંજાબ સરકારે મૃતકોના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. પાછલા કેટલાય વર્ષોથી અહીં દશેરા પર્વ નિમિત્તે રાવણ દહનનો…

Read More
Master

ઓસ્ટ્રેલિયા વિરુદ્વ અબુધાબીમાં ચાલી રહેલી ટેસ્ટ દરમિયાન અઝહર અલી અજબ રીતે રન આઉટ થયો. અઝહર અલીના રન આઉટ થવા અંગે સોશિયલ મીડિયા પર તેની બરાબરની મજાક થઈ.. અઝહર અલીને આ વાતની ચિંતા નથી પણ તેને ચિંતા છે તેનો 10 વર્ષનો પુત્ર ઈબ્તિસામ પણ મજાક કરવાથી પાછળ રહેશે નહીં. રન આઉટ થયા બાદ અઝહર અલીએ કહ્યું કે રન આઉટ થવાનો અહેસાસ ન હતો. અસદ અને હું બોલના સ્વીંગ થવા અંગે વાત કરી રહ્યા હતા. બોલ પર અમારું ધ્યાન હતું જ નહીં. બાઉન્ડ્રી પાસે જઈને બોલ અટકી પડ્યો તે સમજાઈ ગયું હતું કે હવે કશુંક રમૂજી થવાનું છે. આ વાતને લઈને પણ…

Read More
alpesh

કોંગ્રેસે બિહારના સહપ્રભારી અને ગુજરાતના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સાઈડ કોર્નર કરવાનો નિર્ણય લીધો છે. બિહરાના કોઈ પણ કાર્યક્રમમાં તેમને નિમંત્રણ આપવામાં આવી રહ્યા નથી. આ નિર્ણય પાછળ ગુજરાતમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલાની અવિરત ઘટનાઓના કારણે લેવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં બિહારીઓએ પોતાના વતન ભણી ગુજરાતમાંથી હિજરત કરી છે. બિહારીઓની ગુજરાતમાંથી હિજરતની ઘટના પછી અલ્પેશ ઠાકોર વિરુદ્વ બિહારમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, આના કારણે કોંગ્રેસે બિહરાના સહપ્રભારી એવા અલ્પેશ ઠાકોરને બિહારથી દુર રાખવાનું વલણ અપનાવ્યું હોવાનું લાગી રહ્યું છે. બિહાર કોંગ્રેસ દ્વારા સોમવારે પટનામાં શ્રી કૃષ્ણસિંહની જયંતિ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. પરંતુ બિહાર કોંગ્રેસના અધ્યક્ષ મદન…

Read More
anil ambani11

ચર્ચાસ્પદ રાફેલ ફાઈટર જેટ ડીલના અનુસંધાને અમદાવાદની કોર્ટમાં રાફેલ ડીલનું કવરેજ કરવા બદલ એનડી ટીવી વિરુદ્વ 10,000 કરોડ રૂપિયાનો બદનક્ષીનો કેસ કર્યો છે. આ અંગે 26મી ઓક્ટોબરે સુનાવણી હાથ ધરવામાં આવશે. સુનાવણી એનડીટીવી એવી દલીલ કરશે કે બદનક્ષીનો કેસ કરી અનિલ અંબાણીના જૂથ દ્વારા હકીકતોને દબાવી દેવા અને મીડિયાને તેના કામ કરવાથી અટકાવવાના પ્રયાસ કરતાં વધુ કંઈ નથી. એનડી ટીવી સંરક્ષણ સોદા વિશેના પ્રશ્નો પૂછવા અને જાહેર હિતમાં જવાબો રજૂ કરવા માટે રિપોર્ટ ટેલિકાસ્ટ કર્યો હતો. આ કેસ એનડીટીવીના વીકલી શો “ટ્રુથ વિ હાયપ” સામે કરાયો છે. જેનું 29 સપ્ટેમ્બરના રોજ ટેલિકાસ્ટીંગ કરવામાં આવ્યું હતું. રિલાયન્સના ટોચના એક્ઝિક્યુટિવ્ઝ દ્વારા ભારત…

Read More
jadeja engagement

દશેરના પર્વ નિમિત્તે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા તલવાર સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પણ હાજર રહી હતી. રીવાબાની હાજરીમાં ક્ષત્રિય મહિલાઓએ તલવારબાજી સાથે ગરબા અને રાસ રમ્યા હતા. ગરબા મહોત્સવ દરમિયાન ક્ષત્રિય સમાજે ચોંકાવી દે તે રીતે રીવાબાને કરણી સેનાની મહિલા પાંખના અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી હતી. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા દ્વારા જાહેરાત કરવામાં આવતા સૌ કોઈએ તેને વધાવી લીધી હતી. કરણી સેનાનું નામ વિવાદાસ્પદ ડાયરેક્ટર સંજય લીલા ભણશાળી દ્વારા બનાવવામાં આવેલી રાણી પદ્માવતીના જીવન ચરિત્ર પરની ફિલ્મ પદ્માવતનો દેશ વ્યાપી વિરોધ કરવામાં ખાસ્સો ગાજ્યું હતું. કરણી…

Read More
mahendra

ઉત્તર ગુજરાતના બાયડ સીટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ પિતા શંકરસિંહ વાઘેલા દ્વારા કોંગ્રેસને છોડ્યા બાદ તેમણે પણ કોંગ્રેસ છોડી દીધી હતી અને બહુ ટૂંકા સમયમાં જ તેમણે ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. સાતમી જુલાઈએ અચાનક ભાજપમાં જોડાયેલા મહેન્દ્રસિંહ વાઘેલાએ 18મી ઓક્ટબર એટલે કે ગઈકાલે ભાજપમાંથી પણ અચાનક રાજીનામું ધરી દેતા ભાજપની નેતાગીરી ફિક્સમાં મૂકાઈ જવા પામી છે. ખાસ કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની નિષ્ફળતાની ચર્ચા ભાજપમાં શરૂ થઈ જવા પામી છે. જૂનિયર વાઘેલા ભાજપમાં જતા રહેતા સિનિયર વાઘેલાએ મોટાપાયા પર પોતાની નારાજગી દર્શાવી હતી. સિનિયર વાઘેલાએ જૂનિયરને વારસામાંથી બેદખલ કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી. સિનિયર વાઘેલાએ કહ્યું…

Read More