છેલ્લા 12 દિવસથી હર્ષદ ઠક્કર લાપતા થયા છે. હજુ સુધી તેમની કોઈ ભાળ કે જાણકારી મળી નથી. ઠક્કર પરિવાર આ ઘટનાથી હેબતાઈ ગયો છે અને ચિંતામાં ગળાડૂબ છે. માહિતી મુજબ શેરબજાર કડડડભૂસ થતાં હર્ષદ ઠક્કરને ભારે નુકશાન થવા પામ્યું હોવાનું કહેવાય છે.
વિગતો મુજ બીજી ઓકટોબરના દિવસે હર્ષદ ઠક્કર તેમની મુંબઈ સ્થિત ઓફિસથી ગૂમ થયા છે. તેમના અપહરણની શંકા પણ નકારી શકાતી નથી. હર્ષદ ઠક્કર આશાપુરા ઈન્ટીમેટ ફેશન લિમિટેડના માલિક છે અને વેલેન્ટાઈન ગ્રુપના સીએમડી છે. સુરત અને વડોદરામાં તેમના ચાર સ્ટોર છે જ્યારેવેલેન્ટાઈનના નામથી દેશભરમાં નેટવર્ક ધરાવતા છે. મુંબઈમાં પાંચ સ્ટોર છે.
હર્ષદ ઠક્કર મૂળ કચ્છના જખૌના વતની છે. મુંબઈમાં રહીને ભારે સંઘર્ષ કરીને શૂન્યમાંથી સર્જન કરી બિઝનેસ વિકસાવ્યો હતો. ગુજરાત ઉપરાંત મુંબઈમાં મોટું બિઝનેસ ધરાવે છે.
હર્ષદ ઠક્કર ગૂમ થવા અંગે મુંબઈ પોલીસે ફરીયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. હર્ષદ ઠક્કર કેવા સંજોગોમાં ગૂમ થયા અને કેવી રીતે ક્યાં ગયા, તેમનું શું તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.