મુંબઈ ખાતે આવેલી સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસની નરીમાન પોઈન્ટના રાહેજા સેન્ટરમાં સાયબર રોબરીથી ચકચાર મચી જવા પામી છે. ઈન્ટરનેશનલ હેકર્સએ લૂંટારૂ બનીને 143 કરોડની અધધધ કહી શકાય તેવી સાયબર રોબરીને અંજામ આપ્યો છે. આ અંગે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. બેન્કમાં થયેલી રોબરીએ આખીય બેન્કીંગ સિસ્ટમને અદ્વરતાલ કરી દીધી છે.
વિગતો મુજબ સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસમાં ગત પાંચમી ઓક્ટોબરે આ મામલો ધ્યાને આવ્યો હતો. બેન્કના અધિકારીએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે કે ઈન્ટરનેશનલ હેકર્સ દ્વારા બેન્કના અનેક ખાતા હેક કરીને સાયબર રોબરીને અંજામ આપવામાં આવ્યો છે. ભારત અને વિદેશના ખાતા પણ સાયબર રોબર્સની વરુણીમાં આવી ગયા છે. હેક કરવા માટે બેન્કનાં પાસવર્ડ વગેરે કેવી રીતે રોબર સુધી પહોંચ્યા તેની તપાસ કરવામાં પોલીસને લાંબો સમય લાગી શકે એમ છે. હેકર્સ દ્વારા બેન્કના અકાઉન્ટસમાંથી કરોડો રૂપિયા અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બેન્કના સર્વરમાં ધૂષણખોરી કરીને 143 કરોડ જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરવામાં આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે.
ઈન્ટરનેશનલ હેકર્સ દ્વારા સમગ્ર બેન્કીંગ સિસ્ટમની સામે પ્રશ્નો ઉભા કરી દીધા છે. આ અગાઉ ચેન્નાઈની યુનિયન બેન્કમાંથી 34 કરોડ અને પૂણેની કોસમોસ બેન્કમાંથી 94 કરોડ રૂપિયાની સાયબર રોબરીને પાર પાડવામાં આવી હતી. આ રોબરી ક્યાંથી ઓપરેટ થઈ હતી તે અંગે તપાસ બાદ જ વધુ વિગતો પોલીસને હાથ લાગશે.