Gujarat: સાતમી મેના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચે કુલ મતદાનના અંતિમ આંકડા જાહેર કર્યા હતા.મતદાન પ્રમાણે ચૂંટણી પંચે ગુજરાતમાં કુલ 60.13 ટકા થયું હોવાનું જાહેર કર્યું છે. આ મતદાન 2019ની લોકસભા ચૂંટણીમાં થયેલા મતદાન કરતાં 3.98 ટકા ઓછું છે.
2019માં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 64.11 ટકા મતદાન થયું હતું,
જ્યારે આ વર્ષે ગુજરાતની માત્ર 25 બેઠકો પર મતદાન થયું હતું. સુરત બેઠક પર ચૂંટણી યોજાઈ ન હતી કારણ કે સુરતમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.
ચૂંટણી પંચે 8 મેના રોજ મતદાનના અંતિમ આંકડા જાહેર કર્યા હતા, જે સમગ્ર ગુજરાતમાં સરેરાશ 60.13 ટકા મતદાન દર્શાવે છે. આ ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતના વલસાડની આદિવાસી અનામત બેઠક પર સૌથી વધુ 72.71 ટકા મતદાન થયું હતું. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલીમાં સૌથી ઓછું 50.29 મતદાન નોંધાયું હતું.
કોંગ્રેસને આ બેઠકો પરથી આશા
રાજ્યમાં 7 મેના રોજ 43 ડિગ્રી તાપમાનમાં મતદાન થયું હતું. આવી સ્થિતિમાં મતદાન ઓછું થાય તેવી દહેશત હતી પરંતુ 60 ટકાથી ઉપર મતદાન થવાના કારણે ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યની 26 લોકસભા બેઠકોમાંથી ભાજપે સુરતની બેઠક પહેલેથી જ જીતી લીધી છે. આવી સ્થિતિમાં 4 જૂને EVM ખુલશે ત્યારે ગુજરાતનું રાજકીય ચિત્ર સ્પષ્ટ થશે.
જો કે છેલ્લી ચૂંટણીમાં મતદાનના આંકડા કોંગ્રેસની ફેવરમાં ન હતા, પરંતુ કોંગ્રેસને કેટલીક બેઠકો જીતવાની આશા છે. બનાસકાંઠા, વલસાડ અને આણંદ તેમજ જામનગર જેવી બેઠકો પર કોંગ્રેસની મજબૂત પકડ જોવા મળી રહી છે. વલસાડ લોકસભા બેઠક પર સૌથી વધુ મતદાન થયું હતું, જ્યારે બનાસકાંઠામાં 2019 કરતાં વધુ મતદાન થયું હતું. અમરેલીમાં સૌથી ઓછું મતદાન થયું હતું.
નોંધનીય છે બાબત એ છે કે જ્યાં કોંગ્રેસને જીતને આશા છે તેવી બેઠકો પર મતદાનમાં ઘાલમેલના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.ગેનીબેન ઠાકોરે તો બનાસકાંઠામાં યુવાનને રંગેહાથે બોગ, વોટીંગ કરતા પકડ્યો હતો. આવી રીતે અનેક બેઠકો પર બન્યું હોવાના આક્ષેપો છે.
કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી મતદાન અને વોટીંગ જાહેર થયા બાદ મોડેથી જાહેર થયેલા ટકાવારીનાં આંકડા સામે મૌન ધારણ કરીને બેઠી છે.
કોંગ્રેસના નેતાઓનાં મોઢે બોગસ મતદાનને લઈ લોખંડી તાળા લાગી ગયા છે. હવે કોંગ્રેસ જ્યાં જીતની આશા રાખીને બેઠી છે ત્યાં બોગસ વોટીંગના આક્ષેપો થઈ રહ્યા છે એટલે જીતની આશાઓ હવે ધૂંધળી બનતી દેખાય છે. અને મતગણતરીને તો ચોખ્ખાં 25 દિવસ છે ત્યાં સુધી જોઈએ શું શું થાય છે.