Gujarat:પ્રિયંકા ગાંધી સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધી સુરત થી વલસાડ બાય રોડ નીકળ્યા હતા.
પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રહ્યા હાજર હતા.
વલસાડ જિલ્લા પ્રમુખ સાથે થઈ વાતચીત થઇ હતી.
પ્રિયંકા ગાંધી સુરત એરપોર્ટથી ધરમપૂર આવા રવાના થયા.
હેલિકોપ્ટર માં ખામી સર્જાતા તેઑ બાય રોડ નીકળ્યા હતા.
પ્રિયંકાની સભામાં 30 હજાર લોકો હાજર રહ્યાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામા આવ્યો છે.
સુરત એરપોર્ટ પર કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પ્રિયંકા ગાંધીનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદાએ સુત્તરની આંટી પહેરાવી સ્વાગત કર્યું હતું.
સુરત એરપોર્ટ પર અસલમ સાયકલવાલા, અશોક કોઠારી, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ પણ હાજર રહ્યા હતા.