અમદાવાદમાં એક યુવકને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. યુવકને હાલમાં હોસ્પિટલમાં ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. મેમનગરમાં રહેતો યુવક થોડા દિવસોથી બીમાર ચાલી રહ્યો હતો. જ્યારે આ યુવક હોસ્પિટલમાં તપાસ માટે ગયો ત્યારે તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. હાલ યુવક સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને તેને ઓક્સિજન પર મૂકવામાં આવ્યો છે. યુવકને કોરોના સંક્રમિત થવાની ઘટના સામે આવતા જ આરોગ્ય પ્રશાસન હરકતમાં આવી ગયું છે અને જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
કોરોના પીડિત યુવકે રસીના બે ડોઝ લીધા છે ,બીજી તરફ, સોલા સિવિલના ડોક્ટરે જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ કોરોના પીડિત યુવકે રસીના બે ડોઝ લીધા છે, જ્યારે તેણે ત્રીજો ડોઝ લીધો નથી, તેથી તબીબોએ દરેકને બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપી છે.