અમદાવાદઃ અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે ત્યારે લોકો એકબીજા સાથે સળતાથી વાત કરી સંપર્કમાં આવે છે. જોકે, સોશિયલ મીડિયાનો દુર ઉપયોગ એટલો જ વધ્યો છે. લોકો સોશિયલ મીડિયાના દુરઉપયોગ કરતા લોકોની જાળમાં ફસાઈને છેતરાતા પણ હોય છે. ત્યારે તાજેતરમાં હનીટ્રેપ ગેંગ સક્રિય થઈ છે અને કમાતા યુવકોને સોશિયલ મીડિય દ્વારા પોતાની જાળમાં ફસાવીને લાખો રૂપિયા ખંખેરી લે છે. આવી જ એક હનીટ્રેપનો ભોગ વેપારી બન્યો હતો. મહિલાએ તેને જાળમાં ફસાવીને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. અને જો નહીં આપે તો રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી.
મળતી માહિતી પ્રમાણે શહેરના રબારી કોલોની ચાર રસ્તા નજીક રહેતા એક વેપારીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે, જે પ્રમાણે, વર્ષ 2020 ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં તેમના ફેસબુક એકાઉન્ટ પર રાધિકા મોદી નામની એક યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જોકે વેપારીએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે મેસેન્જર પર વાતચીત થતી હતી ત્યારબાદ થોડા સમય બાદ યુવતીએ તેનો મોબાઈલ નંબર વેપારીને આપ્યો હતો. અને મોબાઇલથી પણ વાતચીત થતી હતી તે યુવતીએ કહ્યું હતું કે તે પોતે સુરત છે પરંતુ તેની બહેન અમદાવાદ રહે છે એટલે તે અમદાવાદ આવશે ત્યારે વેપારી ને મળવા બોલાવશે.
21મી સપ્ટેમ્બરે યુવતીએ વેપારી વટવા બ્રિજ નીચે મળવા માટે બોલાવ્યા હતા. જોકે તેના બનેવી જોઈ જશે તેવું કહીને આ યુવતી વેપારીને અસલાલી પાસેના એક ગેસ્ટ હાઉસ નીચે લઈ ગઈ હતી. જ્યાં બંને થોડો સમય વાતચીત કરી હતી બાદમાં છુટા પડયા હતા. બીજે દિવસે વેપારીના ફોન પર મહિલા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે, આ યુવતીએ તેની વિરુદ્ધમાં અરજી આપી છે.
જોકે બાદમાં રાધિકા મોદી અને જીતેન્દ્ર મોદી નામનો વ્યક્તિ તેઓને પૂર્વ મહિલા પોલીસ સ્ટેશન બહાર બોલાવ્યા હતા. જીતેન્દ્રએ તેમને કહ્યું હતું કે, પોતે ક્રાઈમ બ્રાંચમાં નોકરી કરતા હતા અને હાલ રીટાયર્ડ છે અને સેવાનું કામ કરે છે. ફરિયાદીને કહ્યું હતું કે, જો તમારે સમાધાન કરવું હોય તો રૂપિયા પાંચ લાખ આપવા પડશે અઢી લાખ અમને અને અઢી લાખ રૂપિયા પોલીસને વહીવટ કરવો પડશે. જોકે, ફરિયાદીએ ગભરાઈને રૂપિયા પાંચ લાખ આપી દેતા અરજી પરત ખેંચી હતી અને સમાધાન કર્યું હતું.
આ ગેંગએ બીજી ફેબ્રુઆરી એ વધુ એક વેપારીને આ રીતે ફસાવી રૂપિયા પડાવ્યા હોવાની જાણ થતાં પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.