ભારતના 114 સ્માર્ટ સિટીમાં રહેતા નાગરિકોના જીવનધોરણ અને તેમની પાયાની સુવિધાઓનું મૂલ્યાંકન EASE OF LIVING INDEX કેન્દ્ર સરકારના મિનિટસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવે છે. વર્ષ 2018માં ઈઝ ઓફ લિવિંગમાં ગુજરાતના 6 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમા સૌથી શ્રેષ્ઠ શહેર તરીકે સુરત 19માં નંબરે આવ્યું હતું. જ્યારે સ્માર્ટ સિટી અમદાવાદ 23માં નંબર આવ્યું હતું. જેમાં આરોગ્ય અને રોજગાર સહિતની પ્રાથમિક સુવિધાઓ અમદાવાદ અને રાજકોટ કરતા સુરતમાં સૌથી સારી હતી.
EASE OF LIVING 2018માં ગુજરાતના અન્ય શહેરોની તુલનામાં અમદાવાદ ઘણું પાછળ રહ્યું છે. અમદાવાદ શહેરમાં આરોગ્ય, સુરક્ષા અને સલામતી રોજગાર વગેરેની તકો ખુબ જ ઓછી જણાઈ હતી. જ્યારે સ્થિર અર્થવ્યવસ્થા, રોજગાર અને પાણી પુરવઠો પૂરો પાડવામાં રાજકોટ સુધી આગળ રહ્યું હતું. જ્યારે સુરક્ષા અને સલામતી અને આરોગ્યમાં પણ અમદાવાદ કરતા ગાંધીનગર અને દાહોદ સૌથી સુરક્ષિત હતું. તેમજ વધુ સારી આરોગ્ય લક્ષી સુવિધાઓમાં ગાંધીનગર અને દાહોદ શ્રેષ્ઠ સાબિત થયા હતા, જ્યારે અમદાવાદમાં આરોગ્યની તકો ઓછી હતી.