અમદાવાદમાં આડેધડ વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. પોલીસ દ્વારા દારૂ જપ્ત કરવાના અનેક બનાવો સામે આવે છે. હવે દારૂની હેરાફેરી કરનારાઓએ ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવાની સાવ નવી રીત અજમાવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગોવાથી દારૂ ભરેલી કોથળીઓ લાવી રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી દારૂની 50 બોટલો મળી આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે રજનીકાંત પ્રજાપતિ નામનો આરોપી ગોવાથી ફ્લાઇટમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યો છે. ત્યાંથી નારણપુરા જયમંગલા બીઆરટીએસ સ્ટોપ પર ઉતરશે. જેથી બાતમીના આધારે પોલીસે વોચ રાખી તેને પકડી લીધો હતો. પોલીસ પૂછપરછમાં તેણે પોતાનું નામ રજનીકાંત પ્રજાપતિ જણાવ્યું હતું. પોલીસને તેની પાસેથી એક કાળી બેગ મળી આવી હતી. જેના પર ઈન્ડિગોની ફ્લાઈટનું સ્ટીકર ચોંટાડવામાં આવ્યું હતું.
જ્યારે પોલીસે આરોપીને પૂછ્યું કે બેગમાં શું છે તો તેણે આનાકાની કરી. પોલીસે જ્યારે બેગના લોકનો પાસવર્ડ પૂછ્યો તો તે સાચો જવાબ આપી રહ્યો ન હતો. ત્યાર બાદ થેલાના લોટ તોડી તેમાંથી અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે પોલીસે તેની પાસે દારૂની પરમીટ માંગી તો તેણે કહ્યું કે તેની પાસે લાઇસન્સ નથી. પોલીસે તેની પાસેથી દારૂની 50 બોટલો મળી આવી હતી. જેની કિંમત 69 હજાર રૂપિયા જણાવવામાં આવી રહી છે.