ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ દ્રારા AMC ને 325 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિવિધ સફળતાના શિખરો સર કરી રહ્યું છે. શહેરના વિકાસ કાર્યો અર્થે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે આજે શુક્રવારે આ રકમની ફાળવણી કરવામાં આવી
આ રકમ ફાળવવા બદલ અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે કોર્પોરેશનના હોદ્દેદારો વતી રાજયના મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીનો આભાર વ્યક્ત કર્યો છે.કોરોના મહામારીના કારણે કોર્પોરેશનની આવકમાં ઘટાડો થયો છે. આ આવકને ધ્યાનમાં લઇને જ કોર્પોરેશનને પ્રજાલક્ષી તથા જરૂરિયાત હોય તેવા જ કામો કરવાનું નક્કી કર્યું હતું. તે સિવાયના કામોને અટકાવવાનો નિર્ણય તાજેતરમાં જ કર્યો હતો.