અમદાવાદમાં એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિ.ઉપર ITના સામુહિક દરોડા પડ્યા છે અને બેનામી હિસાબો બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં ટાઇલ્સ ઉત્પાદક એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિ. પર એક સાથે 35થી 40 જગ્યાએ ITની રેડ પડતા જવાબદારો દોડતા થઈ ગયા છે.
IT વિભાગે પોલીસ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જેમાં ITના 200 અધિકારીઓનો કાફલો જોડાયો છે.
અમદાવાદના ઇસ્કોન ચોક પાસે આવેલી કોર્પોરેટ ઓફિસ પર ITએ તપાસ શરૂ કરી છે અને સાથેજ હિંમતનગરની ફેક્ટરી પર પણ રેડ પડી હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે.
મળતી વિગતો અનુસાર અમદાવાદમાં પેઢીના ભાગીદારોને ત્યાં IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે જેમાં કમલેશ પટેલ, કાળીદાસ પટેલ, સુરેશ પટેલ અને મુકેશ પટેલને ત્યાં તપાસ ચાલી રહી છે, સાથે સાથે મોરબીમાં રહેલા જોઇન્ટ વેન્ચરને ત્યાં પણ તપાસ શરૂ કરી છે.
મહત્વનું છે કે કમલેશ પટેલની માલિકીની એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ ભારતની સૌથી મોટી ટાઇલ્સ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ બનાવતી કંપની છે,જેનું મુખ્ય મથક ગુજરાતમાં છે ત્યારે IT વિભાગે રેડ કરતા જવાબદારો દોડતા થઈ ગયા છે.