ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૬૪૦ નવા કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોનાના અત્યારસુધી નોંધાયેલા કોરોનાના આ સર્વોચ્ચ કેસ છે. અગાઉ ગત વર્ષે ૨૭ નવેમ્બરના ૧,૬૦૭ સાથે સૌથી વધુ કેસ નોંધાયા હતા. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પ્રતિ મિનિટે સરેરાશ ૧ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. બીજી તરફ સરકાર માટે રાહતની વાત એ છે કે આટલો કોરોનાનો કહેર વધ્યો છત્તાં હોસ્પિટલો ફુલ નથી અને લોકો હોમ ક્વોરન્ટાઈન રહીને સારવાર લઈ શકે છે, કારણકે નવો સ્ટ્રેઈન ઘાતક નથી પરંતુ તે ચેપી છે. બીજી તરફ નવા સ્ટ્રેઈનના કેસો પણ રાજ્યમાં વધી રહ્યા છે. ભલે આ સ્ટ્રેઈન વધારે ઘાતક કે ગંભીર નથી પરંતુ ચેપ વધારે ફેલાવે છે, માટે ગુજરાતીઓ ચેતીને રહેજો સાવ બેદરકારી ના રાખતા, જો બેદરકાર રહેશો તો કેસોમાં ઘટાડો જલ્દી આવશે નહી.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક કેસો નોંધાયા છે. અને અમદાવાદ પણ કોરોના કેસમાં મોખરે રહ્યું છે. જીવલેણ કોરોના વાયરસનો કહેર છેલ્લા ઘણા દિવસોમાં ગુજરાતમાં વધ્યો છે. માટે સાવચેતી રાખવી જરૂરી બની છે. સોમવારે એક જ દિવસમાં કોરોનાના નવા 481 કેસ નોંધાયા, તે ચિંતાજનક છે.અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના વધતા કેસને લઈ સંક્રમણની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. સોમવારે એક જ દિવસમાં કોરોનાના નવા 481 કેસ નોંધાયા છે.ગત વર્ષે શરૂ થયેલી કોરોના મહામારીથી લઈ અત્યાર સુધીમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે.સોમવારે બે દર્દીના મોત થયા છે.હાલની પરિસ્થિતિમાં શહેરમાં કોરોનાના એકિટવ કેસની સંખ્યા વધીને 1144 ઉપર પહોંચી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમાં ફૂડ બિઝનેસથી લઈને હોમ ડીલવરી સાથે સંકળાયેલા તમામ સુપર સ્પ્રેડર્સના ટેસ્ટ કરવાની વ્યવસ્થા શરૂ કરી છે.પરંતુ કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા,કેટલા પોઝિટિવ આવ્યા જેવી બાબતો મામલે મ્યુનિ.ના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે.