ગુજરાત ના ડ્રિમ મેટ્રો રેલ પ્રોજેકટ નો આખરે પ્રારંભ થઇ ચૂક્યો છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ અમદાવાદ મેટ્રોના ફેજ -2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું વીડિયો કોંફ્રેન્સિંગ દ્વારા સવારના 11:00 વાગ્યે ભૂમિપૂજન કર્યું હતું. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેજ -2ની લંબાઈ 28.25 કિ.મીની હશે. જેમા બે કોરિડોર હશે. પહેલો મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી 22.8 કિ.મીનો જ્યારે બીજો જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધી 5.4 કિ.મી સુધીનો હશે. ફેઝ -2 ના કામમાં રૂપિયા 5,384 કરોડનો ખર્ચ થશે.
અમદાવાદ મેટ્રોનું કામ ઓગસ્ટ, 2022 સુધીમાં પૂર્ણ થવાનું આયોજન છે.
સુરત 2024માં મેટ્રો સેવા શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.
સુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-1 અંતર્ગત સરથાણાથી ડ્રિમ સિટી 21.61 કિ.મી. વિસ્તારમાં 20 જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે. જેમાં પ્રથમ ફેઝમાં ડ્રિમ સિટી ખજોદથી કાદરશાની નાળ સુધી 11.6 કિ.મી. માટે રૂા.779 કરોડ અને સુરત રેલવે સ્ટેશનથી ચોકબજાર સુધી 3.46 કિ.મી. સુધી રૂા.941 કરોડનું ટેન્ડર મંજૂર થયું છે. આ બંને ફેઝનું કામ આજે શરૂ થઇ જશે! કોન્ટ્રાક્ટરે 30 મહિનાની અંદર કામ પૂર્ણ કરવાનું રહેશે. જેથી 2023 સુધીમાં બંને રૂટનું કામ પુર્ણ થવાની ગણતરી છે. આમ બંને પ્રોજેકટ નું ભૂમિપૂજન કરવામાં આવ્યા બાદ આગળ ની કામગીરી ચાલુ થશે.
વડાપ્રધાન મોદી ના હસ્તે આજે વીડિયો કોન્ફરન્સ મારફતે અમદાવાદ ગાંધીનગર વચ્ચેના મેટ્રોરેલ પ્રોજેક્ટ ના બીજા તબક્કાનું તથા સુરતના મેટ્રોરેલ પ્રોજેક્ટ નું ખાતમૂહર્ત કરવામાં આવ્યું છે.
Sunday, May 19