કાલાવડ રોડ પર આત્મીય કોલેજની પાછળ સત્યસાઇ રોડ નજીક રામધામ સોસાયટીમાં ‘કમલ’ નામના ભાડાના મકાનમાં ચાલતા સેક્સ કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદથી આવેલા મુસ્લિમ ભાઇ-બહેને સાથે મળી કૂટણખાનુ ચાલુ કર્યું હતું. પોલીસે અહીં દરોડો પાડી બંને ભાઇ-બહેન તથા મજા કરવા આવેલા ત્રણ ગ્રાહકોને ઝડપી લીધા હતાં. મુંબઇની બે લલના રાખીને તેની પાસે લોહીનો વેપલો કરાવવામાં આવતો હતો. પોલીસે લલનાને સાહેદમાં લીધી છે. વીસેક દિવસથી અહિ ગોરખધંધા શરૂ થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં ડી. સ્ટાફની ટીમ રવિવારે સાંજે પેટ્રોલિંગમાં હતી. આ સમયે બાતમી મળતાં પીએસઆઇ એન. ડી. ડામોર સહિતનાએ રામધામ સોસાયટીના કમલ મકાનમાં દરોડો પાડ્યો હતો. અંદર મુંબઇની બે યુવતીઓ પાસે વેશ્યાવૃતિ કરાવવામાં આવતી હોવાનું ખૂલ્યું હતું.
અમદાવાદ ભગવતીનગર મુરાન-૪ના વતની અને હાલ સિલ્વર એવન્યુ શેરી નં. ૧ રામધામ સોસાયટીના કમલ મકાનમાં રહેતાં કુતુબ અહેમદભાઇ પેઇન્ટર (ઉ.૩૨) તથા તેની બહેન તસનીમ અહેમદભાઇ પેઇન્ટર (ઉ.૩૬) પકડાયા હતા. ઉપરાંત ગ્રાહક તરીકે આવેલા આમ્રપાલી ફાટક પાસે રહેતા રોનક યુસુફભાઇ ચંદાણી (ઉ.૨૩), યોગેશ પોલાભાઇ ચાંદેલા (ઉ.૨૩-રહે. ઇન્દિરા સર્કલ નૈતી પાણીપુરીની પાછળ, મુળ પીપરવા તા. તાલાલા ગીર) તથા હાર્દિશ અશ્વિનભાઇ અનેરીયા (ઉ.૨૬-રહે. યુનિવર્સિટી રોડ ૧૦૨ રોયલ પેલેસ એપાર્ટમેન્ટ) સામે ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્સન એકટ ૧૯૫૬ની કલમ ૩, ૪, ૫, ૬ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે આ કૂટણખાનાના સ્થળેથી રોકડા રૂ. ૧૧ હજાર, રૂ. ૨૬૫૦૦ના પાંચ મોબાઇલ ફોન તથા કોન્ડોમનું પેકેટ કબ્જે કર્યા હતાં.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ અમદાવાદના મુસ્લિમ ભાઇ બહેને આ મકાન કેટલાક સમયથી એક મકાનની દલાલીનું કામ કરતાં શખ્સ પાસેથી ભાડેથી રાખ્યું છે. પોલીસે મકાન દલાલીનું કામ કરનારને પણ તેડુ મોકલ્યું છે. કુતુબ અને તસનીમે મુંબઇથી બે યુવતિને બોલાવીને તેની પાસે લોહીનો વેપલો શરૂ કરાવ્યો હતો. ઝડપાયેલા ગ્રાહકોએ કબુલ્યું હતું કે પોતે મોજમજા કરવા આવ્યા હતાં.
પોલીસની તપાસમાં એવુ પણ બહાર આવ્યું છે અમદાવાદથી આ બંને ભાઇ બહેન પહેલા જામનગર ગયા હતાં અને ત્યાંથી થોડા દિવસો પહેલા રાજકોટ આવી મકાન ભાડે રાખ્યું હતું અને વીસેક દિવસથી ગોરખધંધા ચાલુ કર્યા હતાં.