કોંગ્રેસ સાથે જોડાઇને ચૂંટણી પ્રચાર કરી રહેલ હાર્દિક પટેલ વિવાદો સાથે જોડાઇ રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાતના અમદાવાદ શહેરમાં હાર્દિકની જનસભામાં હાથાપાઇનો ગંભીર બનાવ બન્યો છે. શનિવાર સાંજે ચૂંટણી લક્ષી સભા યોજવામાં આવી હતી, જે દરમિયાન હાજર લોકોમાં મારપીટ થતા સભા ખોરવાઇ ગઇ હતી. આ હાથાપાઇના બનાવમાં ચાલુ સભામાં ખુરશીઓ ઉછળી હતી, જેમાં કેટલાક લોકો ઇજા પામ્યા હતા.
જો કે, અત્યાર સુધી એ વાતનો ખુલાસો નથી થયો કે તેમના સમર્થકોમાં હોબાળો થયો હતો કે, સભા દરમિયાન અન્ય દળના લોકોએ આવીને હોબાળો ઉભો કર્યો હતો. આ મામલે કારણની પણ તપાસ કરવામાં આવી રહી છે.