અમદાવાદમાં બે દિવસ પહેલા શાહે આલમ ખાતે ફાટી નિકળેલા ભારે ઘર્ષણ બાદ પોલીસે આરોપીઓની CCTV આધારે ધરપકડ કરવાનું ચાલુ કરી દીધુ છે અને આ મુખ્ય આરોપી નફિસ એહમદ ફરાર હતો તેની પણ આજરોજ શહેર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આજ રોજ પોલીસ પર થયેલ હુમલામાં વધુ 6 આરોપીઓની ધરપકડ કરી છે. CCTV ફૂટેજના આધારે તોફાની તત્વોની ઓળખ કરી વહેલી સવારે ધરપકડ કરવામાં આવી છે. આ 6 આરોપીઓએ ટોળામાં પથ્થર મારવાની ભૂમિકા ભજવી હતી. CCTVમાં તમામ આરોપીઓ સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યા છે.ીમા
શાહઆલમ તોફાન મામલે વોન્ટેડ આરોપી મુફિસ અહેમદ અનિસ અન્સારીની પણ પોલીસ પકડમાં આવી ગયો છે. મુફીસ અહેમદે શાહઆલમમાં રેલી માટે પરમિશન માંગી હતી. જેના બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા. આ ઉપરાંત તેણે સોશિયલ મીડિયા પર વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. ઘટનાના બે દિવસ પહેલા મોડી રાત્રે વીડિયો પોસ્ટ કરી લોકોને વિરોધમાં જોડાવા આહવાન કર્યું હતું. વીડિયોમાં મહદઅંશે ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ ભાષાનો પ્રયોગ કરાયો છે. ત્યારે તોફાનો બાદ મુફિસ અહેમદ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરાયો હતો. જે હવે પકડાઈ ગયો છે.