ટ્રમ્પ અમદાવાદ આવવાના છે અને તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદના જે રસ્તાઓ તૂટ્યા છે રસ્તાઓને ફરીથી બનાવવા માટે આ ટ્રમ્પની મુલાકાત પહેલાં જ આદેશ આપી દેવાયા છે. અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશને આ આદેશ આપ્યો છે. આમ 17 જેટલાં રસ્તાઓ ટ્રમ્પ ઈફેક્ટના લીધે બનાવવામાં આવશે જેના લીધે જનતાને પણ રાહત થશે.
અમદાવાદ શહેરમાં આ મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પધારવાના હોવાથી શહેરના 17થી વધુ રસ્તાઓની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને વહેલી તકે અમદાવાદને દુલ્હનની જેમ શંણગારવામાં આવશે. જયારે અમદાવાદ શહેરમાં આ અગાઉ પણ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને જાપાનના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. તેઓએ મહાત્માગાંધીના સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારત આવી રહ્યાં છે. હ્યુસ્ટનમાં યોજાયેલા “હાઉડી મોદી”ની જેમ જ અમદાવાદમાં 25 ફેબ્રુઆરીએ “કેમ છો ટ્રમ્પ” કાર્યક્રમ યોજાશે. આ માટે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પનો હાથ પકડીને કહેશે “કેમ છો?”. આ કાર્યક્રમમાં 50 થી 60 હજાર લોકો હાજર રહેશે. આ કાર્યક્રમ પાછળ અંદાજે 20 કરોડ રુપિયાનો ખર્ચો થવાનો અંદાજો છે. જે માટે મોટાભાગની રકમ ગુજરાત સરકાર ખર્ચશે. આ કાર્યક્રમ માટે ટ્રમ્પની ઓવલ ઓફિસ તરફથી મંજૂરી મળી ચૂકી છે.