રાજ્યમાં દારૂબંધીને લઇ રાજ્ય સરકાર દ્રારા મોટા -મોટા કાવાદાવાઓ કરવામાં આવતો હોય છે. હોવા છતાય બુટલેગરો બેફામ બની રાજ્યના મહાનગરોમાં દારૂની રેલમછેલ કરી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર સિમિત હોય તેવી પ્રાપ્તિ થઇ રહી છે રોજે -રોજે લાખો રૂપિયાનો દારૂં ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અમદાવાદ વધતા દારૂના દૂષણને ડામવા પોતે હવે સ્ટેટ મનોટરિંગ સેલની ટીમ હરકતમાં આવી છે અને જુદા -જુદા મહાનગરોમાં દરોડા પાડી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં રાજ્યમાંથી 42 જુગાર-દારૂ જગ્યાએ દરોડા પાડ્યા હતા.
સ્ટેટ મનોટરિંગ સેલ ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામવા અને ગુનેગારોને ઝડપી પાડ્વા એકશન મોડમાં જોવા મળી રહી છે. જેમાં ગેરકાયદેસર ધમધમતા દારૂ અને જુગારના અડ્ડાઓ પર તવાઇ બોલાવી છે. અને માત્ર અમદાવાદમાં જ 11થી વધુ રેડ પાડી હતી આગાઉ પડેલી રેડમાં સુરત સૌથી આગળ હતો પરંતુ હવે ગેરકાયદેસર પ્રવૃતિમાં અમદાવાદનું નામ મોખરી રહ્યો છે.