Gujarat:૧૭ મી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની ૨૬ લોકસભા બેઠકમાંથી ૨૪- સુરત-ની એકમાત્ર બેઠક બિનહરીફ જાહેર થતાં લગભગ ૫૦થી ઓછા ચોરસ કિલોમીટરમાં લાખોની ગીચ વસ્તીવાળી આ બેઠકમાં. તા. ૬-૭ મૅ ની ચૂંટણી પ્રક્રિયા કામગીરી સ્થગિત જાહેર થયેલી છે, મતદારોએ મતદાન કરવા જવાનું નથી.
પરંતુ સુરત શહેરના દક્ષિણમાં 163 લિંબાયત, 164 ઉધના, 165 મજુરા અને 168 ચૉર્યાસી વિધાનસભા બેઠક જે સુરત શહેરમાં જ છે તેના મતદારોનો ૨૫-નવસારી લોકસભા બેઠકમાં સમાવેશ થતો હોય મતદારોએ સાતમી તારીખે મતદાન કરવાનું છે એ જણાવતા ચારે ય વિસ્તારમાં મોટા મોટા હોર્ડિંગ્સ લગાવી મતદારોને સાવચેત કરવામાં આવી રહ્યા છે.
૫૦ લાખથી વધુની વસ્તી ધરાવતા સુરત શહેરમાં આ કારણે મતદારોમાં બે ભાગલા પડી ગયા છે
સુરત ઉત્તરના કોટ જૂના વિસ્તારના મતદારોએ મુકેશ દલાલ બિનહરીફ જાહેર થતાં મતદાન કરવાનું નથી પરંતુ દક્ષિણના ચાર વિધાનસભા બેઠકના મતદારોએ જેનો સમાવેશ નવસારી બેઠકમાં થતો હોય સાતમી મૅ એ ફરજિયાત મતદાન કરવાનું છે.
વસ્તીના ધોરણે લોકસભાની બેઠકમાં ૨૩ બારડોલી જેમાં સુરત- પૂર્વ જિલ્લો, શહેરનો પૂર્વ ભાગ અને આખો તાપી જિલ્લો સમાવિષ્ટ છે,
તે અને ૨૬ વલસાડ ડાંગ બેઠકનો મતવિસ્તાર લગભગ 100 ચો. કિલોમીટર જેટલા માપમાં આવેલો છે તેનાથી ઓછો ૨૫ નવસારીનો છે જેમાં ૧૭૭-વાસદા સામેલ નથી. પરંતુ સુરતનો તો બહુ જ થોડો મતવિસ્તાર છે પણ ગીચ વસ્તી હોય એક અલગ બેઠક ૨૪- સુરત બનેલી છે જ્યારે માંડ બે પાંચ લાખ મતદારો ધરાવતા અને ખેરગામ તાલુકા જેટલો જ વિસ્તાર ધરાવતા સંઘ પ્રદેશને અલગ અલગ બે લોકસભા બેઠક મળેલી છે જે એક અજાયબી છે. દમણ અને દીવ વચ્ચે તો અરબી સમુદ્રના કારણે બે ભાગ પડેલા છે, બે વચ્ચે ઘણું લાંબુ અંતર છે.( નોંધ -ગુલાબી રેખા વાળો સુરતનો વિસ્તાર ૨૫- નવસારીમાં સામેલ છે)