ભાજપના નેતાઓ કમળ આગળ ધરી આખ ઢાંકી દે છે
દિલીપ પટેલ
અમદાવાદ, 19 સપ્ટેમ્બર 2025
ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) નો મકાન અને અન્ય બાંધકામ કામદારોના કલ્યાણ બોર્ડનો માર્ચ 2022નો અહેવાલ સપ્ટેમ્બર 2025માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ સંસ્થાઓ કરોડો રૂપિયાના બિનહિસાબી સેસ રાખી રહી હતી.
ઓક્ટોબર 2020 માં, બોર્ડે રોગચાળા દરમિયાન રક્ષણાત્મક પગલાં પૂરા પાડવા માટે કોરોના સુરક્ષા કવચ યોજના હેઠળ અમદાવાદ સહિત સાત મ્યુનિસિપલ કોર્પોરેશનને 52 કરોડ રૂપિયા આપ્યા હતા.
પરંતુ માર્ચ 2023 સુધીમાં, 36 કરોડ રૂપિયાનો હિસાબ બાકી રહ્યો, અને ત્રણ કોર્પોરેશન પાસેથી 12.50 કરોડ રૂપિયાની બિનઉપયોગી ગ્રાન્ટ વસૂલવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માર્ચ 2021 અને માર્ચ 2022 વચ્ચે એકત્રિત કરાયેલા રૂ. 72 કરોડ જમા કરાવવામાં નિષ્ફળ ગયું હતું.
ત્યારે સવાલ એ ઉભો થાય છે કે અમદાવાદ શહેરમાં ખર્ચાતા નાગરિકોના નાણાંનો હિસાબ બે હિસાબ હોવા અંગે અગાઉ પણ વાંધા શોધી કાઢવામાં આવ્યા હતા.
36માં મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, ખડી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણી ઉપરાંત ભાજપના 7 પૂર્વ મેયર આ કૌભાંડો માટે જવાબદાર છે. પણ તેમાંથી કોઈની સામે પગલાં લેવાયા નથી કે રિકોલ કર્યા નથી.
ભાજપના પૂર્વ મેયરો – કિરીટ પરમાર, બીજલ પટેલ, ગૌતમ શાહ, મીનાક્ષી પટેલ, અસિત વોરા, કાનાજી ઠાકોર, અમિત શાહ 2008માં મેયર હતા.
હિસાબી ચોપડામાં સાચો ખર્ચ પાડવામાં આવતો નથી.
2020-21થી 2024-25 સુધીના 5 વર્ષમાં 23 હજાર 430 ઓડિટ વાંધા શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં ભાજપનો ભ્રષ્ટાચાર, ગેરરીતિ, કૌભાંડ, ગોટાળા બહાર આવ્યા છે.
જેમાં 4 હજાર 556 વાંધા એટલે કે 17 ટકાનો નિકાલ કરવામાં આવ્યો છે.
મુખ્યત્વે ઈજનેર મધ્ય ઝોનના 4 હજાર 594, ઈજનેર પૂર્વ ઝોનના 1 હજાર 988, ઈજનેર પશ્ચિમ ઝોનના 1 હજાર 452, આરોગ્ય વિભાગ મધ્ય ઝોનના 880 અને વેરા વિભાગના દક્ષિણ ઝોનના 2 હજાર 304 ઓડિય વાંધા છે. જેમાં શહેરના નાગરિકોના કરોડો રૂપિયા વેડફાય છે. તે વસૂલ કરી શકાય તેમ હોવા છતાં ભાજપના સત્તાધીશો પગલાં ભરતા નથી. જે બતાવે છે કે, ભાજપના નેતાઓ આ ગેરરીતિમાં સંડોવાયેલા છે. કોન્ટ્રાકટરો તથા સપ્લાયરને ફાયદો કરાવી રહ્યાં છે. ભ્રષ્ટાચાર રોકવામાં ભાજપને રસ નથી.
મ્યુનિસિપલ ઓડીટ ખાતા દ્વારા વિવિધ ખાતાના વાઉચર, રેકર્ડની ચકાસણી, ખાતાના રેકર્ડના વાઉચરની તપાસ કરતાં આ વિગતો બહાર આવી હતી. મ્યુનિસિપલ ઓડીટ ખાતા દ્વારા વિવિધ ખાતાના, આર્થિક હિસાબો અને રેકર્ડની ચકાસણી કરી જ્યાં ત્રુટી હોય તે બાબતે ઓડીટ વાધાં રજુ કરવામાં આવે છે. વાઘાનો ઉકેલ લાવીને નિકાલ લાવવાનો હોય છે. ઓડીટ વાધાંઓમાં કૌભાંડ ત્રુટીઓ અને ગેરરીતી પ્રકાશમાં આવી છે.તંત્ર દ્વારા ક્યાં ખોટું થાય છે ?
2025
કરાર પર લેવામાં આવેલા 20 આઈ.ટી. પ્રોફેશનલ પ્રોજેકટ મેનેજરનો પગાર સનદી અધિકારી કરતાં વધારે જણાયો હતો. માસિક 3.24 લાખ પગાર ચૂકવવામાં આવે છે. 20 આઈ.ટી. પ્રોફેશનલને માસિક 31.54 લાખ અને વાર્ષિક 3.40 કરોડ પગાર મળી કુલ પાંચ વર્ષ માટે 17.00 કરોડ જેટલી માતબર રકમ ચૂકવી હતી. આઈ.ટી. પ્રોફેશનલ કોણ છે? આઈ.ટી. પ્રોફેશનલની કોઈ કેડર નથી. જેને લઈને મનફાવે તેટલો પગાર ચૂકવવામાં આવે છે. ભાજપના નેતાઓ પોતાના માનીતા લોકોને લાભ કરાવી રહ્યાં છે.
જેમાં 2 પ્રોજેક્ટ મેનેરજને 36 લાખ, 1 સિસ્ટમ એનાલિસ્ટને 1.71 લાખ, 3 સીનીયર પ્રોગ્રામરને 1.31 લાખ, વેબસાઈટ ડેવલપરને 87 હજાર અને 2 મોબાઈલ એપ ડેવલપરને 87 હજાર પગાર અપાય છે.
ખોટો મિલકત વેરો
શહેરમાં 1000થી વધુ નાગરિકો મિલકત વેરા કૌભાંડનો ભોગ બન્યા હતા. વેરાના લેણાં પહેલેથી જ ચૂકવી દીધા હતા, તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફરીથી બિલ મળી રહ્યા છે, જેમાંથી કેટલાકની રકમ લાખોમાં છે. આ કૌભાંડ લગભગ પાંચ વર્ષથી ચાલતું હતું. દલાલો કે એજન્ટોના એક જૂથ પર આ કૌભાંડ પાછળ હોવાની શંકા છે. પશ્ચિમ ઝોનના એક કર્મચારીના લૉગિન ઓળખપત્રોનો દુરુપયોગ કર્યો હતો. કર્મચારીના લૉગિનનો ઉપયોગ કરીને સિસ્ટમમાં ચેડાં કર્યા હતા.કૌભાંડની અંદાજિત કિંમત ₹1.5 કરોડ થી ₹2 કરોડની વચ્ચે છે. કૌભાંડમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ચુકવણીનો ભ્રમ ઉભો કરવામાં આવ્યો હતો.
ભૂતિયા ટોયલેટ કૌભાંડ
2025 સુધીના ચાર વર્ષમાં કોન્ટ્રાક્ટરોને એક જ ટોઇલેટનું અનેક વખત રિપેરિંગ કરવા પાછળ બે કરોડ રૂપિયા ચૂકવી દીધી હતા. ત્રણેય વોર્ડમાં કુલ ટોઇલેટની સંખ્યા 218 છે. પણ 1,431 ટોઇલેટના રિપેરીંગનું બિલ બનાવી દેવાયા હતા. બાકીના 1,213 ટોઇલેટના બિલ ચૂકવ્યા હતા.
શાહપુર, દરિયાપુર અને જમાલપુર વોર્ડમાં અનુક્રમે 115 ટોઇલેટ અને 466 ટોઇલેટના બિલની ચુકવણી કરવામાં આવી હતી. આ માટે ઉત્તર ગુજરાત લોકસેવા ટ્રસ્ટને 115 ટોઇલેટના 4.60 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. રિપેરિંગ ખર્ચ પેટે ટોઇલેટ દીઠ 40 હજાર ચૂકવાઈ હતી. દરિયાપુર વોર્ડમાં આ જ ટ્રસ્ટને 466 ટોઇલેટના 18.64 લાખ રૂપિયાની રકમ ચૂકવી હતી.
જમાલપુર વોર્ડમાં 850 ટોઇલેટના રિપેરિંગ પેટે રૂ. 34 લાખનું ચૂકવણુ કરવામાં આવ્યું હતું.
2025 – ક્લિનીકલ ટ્રાયલ
વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ થયું હતું. ક્લિનિકલ ટ્રાયલના રૂપિયા ડૉ.દેવાંગ રાણા અને ડો.ધૈવત શુક્લએ પોતાના ખાતામાં પૈસા જમા કર્યા હતા. દેવાંગ રાણાને 50 લાખ કોર્પોરેશનમાં જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. 58 ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા હતા. ટ્રાયલના 1.87 કરોડ ડોક્ટરોને ચૂકવવામાં આવ્યા હતા. પૂર્વ સુપ્રિટેન્ડટ ડૉ.મનીષ પટેલ અને ડો.દેવાંગ રાણા જવાબદાર હતા.
વકફ બોર્ડ
2025 સુધીમાં અમદાવાદ વકફ બોર્ડમાં બોગસ ટ્રસ્ટીઓએ 100 કરોડની મિલક્તોનું 20 વર્ષ સુધી ખોટી રીતે ભાડુ મેળવ્યું હતું. તેનો મિલકત વેરો વિવાદી હતો.
ટિકિટ કૌભાંડ
અમદાવાદમાં ફ્લાવર શોની પ્રિન્ટ ટિકિટ વેચવાનું કૌભાંડ થયું હતું. સર્વર ડાઉન થાય અને મુલાકારીઓને ઓનલાઈન ટિકિટ ન આપી શકાય તો તે માટે ઓફલાઈન ટિકિટની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેના માટે ટિકિટ પ્રિન્ટ કરાવી હતી. પ્રિન્ટ ટિકિટ જાહેર વેચવામાં આવી ન હોવા છતાં ટિકિટ સાથે લોકો આવ્યા હતા.
2025માં બનેલી 6.50 લાખથી વધુ ટિકિટમાં કેટલીક ચોરાઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. થલતેજ ખાતે આવેલી હેલીકોનીયા એપાર્ટમેન્ટમાં 18 ક્રિએશન નામની કંપનીને ફ્લાવર શોની ટિકિટ પ્રિન્ટ કરવાની કામગીરી સોંપી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 6.50 લાખ ટિકિટ પ્રિન્ટ કરાવી હતી જેનો ઉપયોગ જરૂરીયાત પ્રમાણે કરવાનો હતો. 18 ક્રિએશન કંપનીએ ટિકિટ પ્રિન્ટ કરીને તેને સીલબંધ બોક્સમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી દીધી હતી. 70 રૂપિયાના દરની 27 ટિકિટ અને 100 રૂપિયાના દરથી 25 ટિકિટ 52 લોકો પાસે મુલાકાતીઓ પાસેથી મળી હતી.
2023-24ની ગેરરીતિ
વર્ષ 2023-24 દરમિયાન મળેલા 7508માંથી 512 વાંધા દૂર કરતા વિવાદ વકર્યો હતો. ભાજપના હોદ્દેદારો પોતાની મનમાની મુજબ વાંધાનો નિકાલ કરે છે. ઓડિટના 307 પાનાના વાર્ષિક અહેવાલમાં ગંભીર ગેરરીતિ, અક્ષમ્ય અનિયમિતા, નાણાકીય ગોટાળા બહાર આવ્યા હતા.
7508 ઓડિટ વાંધામાંથી ફક્ત 512 વાંધાનો નિકાલ કરાયો હતો. બાકી વાંધા 6996 અંગે જવાબ આપી શક્યા નથી. તેથી કૌભાંડની પૂરી શક્યતા છે. મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ભાજપના શાસકો દ્વારા ભષ્ટ્રાચારને છાવરે છે. પ્રોજેક્ટોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલે છે. નાગરિકોના પૈયા વાપરે છે પણ સમયસર હિસાબ આપવામાં ભાજપ નિષ્ફળ છે.
ઉત્તર ઝોનમાં 997 વેરા કૌભાંડ થયા હતા. પણ 2 વાંધાનો જવાબ આપી શક્યા હતા. બીજા 995 છુપાવી દીધા હતા.
મધ્ય ઝોનના ઇજનેર વિભાગના 890 વાંધામાં એક પણ જવાબ આપી શક્યા નથી.
પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગમાં 566 વાંધામાંથી માત્ર 2નો જવાબ આપ્યો હતો.
ઉત્તર ઝોનના ઈજનેરી વિભાગના 402 વાંધામાંથી 4 વાંધાનો નિકાલ થયો હતો.
દક્ષિણ ઝોનના ઈજનેરી વિભાગના 506 વાંધામાંથી 79 વાંધાનો નિકાલ કર્યો હતો. 427 બાકી હતા.
પૂર્વ ઝોનના ઈજનેરી વિભાગના 386 વાંધા પૈકી 53 વાંધાનો નિકાલ કર્યો હતો. 333 વાંધાનો નિકાલ બાકી હતો.
મધ્ય ઝોનના આરોગ્ય વિભાગના 457 વાંધા હતા. જેનો એક પણ જવાબ આપ્યો નથી.
ભરતી કૌભાંડ
ભરતી કૌભાંડના કારણે 8 કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. ઉમેદવારોના માર્ક્સમાં ચેડાં કરીને તેમને મેરિટ લિસ્ટમાં સ્થાન અપાવ્યું હતું. આ ગેરરીતિનો મુખ્ય આરોપી સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લાર્ક પુલકિત સી. સથવારા છે, જેની સામે પોલીસમાં FIR દાખલ કરવામાં આવી છે.
1 જાન્યુઆરી, 2021થી 10 ઓગસ્ટ, 2025 દરમિયાન થયેલી ભરતી પ્રક્રિયાની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન લગભગ 37થી વધુ જગ્યાઓ માટે GU, IIT, IIM જેવી પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા લેખિત પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષાઓમાં 2,786 ઉમેદવારોની પસંદગી યાદી અને 1,316 ઉમેદવારોની પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવી હતી. પસંદગી પામેલા ઉમેદવારોને નિયમોનુસાર ફિક્સ પગારના અજમાયશી ધોરણે નિમણુંક આપવામાં આવી હતી. જોકે, રિઝલ્ટની પુનઃ ચકાસણી દરમિયાન માર્ક્સમાં ગેરરીતિ જણાતાં આ કાર્યવાહી કરવામાં આવી.
2021થી 2025 સુધીમાં લેવાયેલી તમામ ભરતી પ્રક્રિયા અંગે તપાસ કરવા એક કમિટીની રચના કરી હતી. બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અને ત્રણ HOD કક્ષાના અધિકારીઓની કમિટીએ છેલ્લા 5 વર્ષની ભરતીની તપાસ કરી હતી.
2024
અમદાવાદમાં પાછલા ચાર વર્ષથી કચરા કૌભાંડ ચાલતું હતું. જેમાં 100 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારનાો આરોપ હતો. ઘણા વર્ષોથી કચરાનો ઢગલો તો સાફ ન થયો પરંતુ 100 કરોડ રૂપિયાનું બિલ બની ગયું હતું. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમદાવાદ મ્યુનિસિપલમાં કચરાના નામે પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પીરાણા ડમ્પિંગ સાઇટને ત્યાંથી સંપૂર્ણ રીતે હટાવી લેવાનો વાયદો સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ પણ પાછલા 10 વર્ષ સુધી કચરાનો ઢગલો હટે તેમ નથી. એક વર્ષમાં 25 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ કોન્ટ્રાક્ટરોને આપી હોવા છતાં એકદમ નજીવું કામ થયું હતું. ભ્રષ્ટાચારથી જનતાના પૈસાનું વેડફાડ થવાની સાથે-સાથે તેમના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે.
12 વર્ષનો અંધકાર
ઓડિટ વિભાગનું ઓડિટ થતું નથી. 2024માં ખુલાસા માંગનાર વિભાગને સ્પષ્ટતા કરવામાં રસ નથી. ઓડિટ વિભાગ દ્વારા લગભગ 12 વર્ષ કરતાં વધુ સમયથી પોતાના જ વિભાગના ખર્ચનું ઓડિટ કરવામાં આવતું નથી. અગમ્ય કારણોસર ઘણા સમયથી આ પ્રક્રિયા કરાતી નથી. જેમાં નવી ઓફ્સિ બનાવવા, ફર્નિચર અને સ્ટાફ પાછળ ખર્ચની વિગતો જાહેર કરી નથી.
નાણાં ઉડી ગયા
વેરાના બિલોની બાકી નીકળતા રૂ. 90 આપોઆપ જ ચોપડાંઓ અને કોમ્પ્યુટરમાંથી ઉડી ગયા હતા. વ્યક્તિ કે કંપનીના બિલમાં બાકી રકમ ઝીરો બોલે છે. ટેક્સ ઇન્સ્પેક્ટરના કોમ્પ્યુટરના પાસવર્ડ હેક કરીને આ કૌભાંડ કર્યું હોવાની શંકાના આધારે દરેકને તેના પાસવર્ડ તાકિદે બદલી નાખવા અને તેમના હસ્તકની ફાઇલો ચેક કરી લેવા હુકમ કર્યો હતો.
2022-2023
2022-2023ના બે વર્ષમાં 10,111 જેટલા ઓડિટ વાંધા કાઢવામાં આવ્યા હતા. 8,632 ઓડિટ વાંધામાંથી 17 ટકા એટલે કે 1,749 વાંધાનો નિકાલ થયો હતો. મધ્ય ઝોનના ઇજનેરી વિભાગના સૌથી વધુ 1,814 તથા પૂર્વ ઝોન ઈજનેરી વિભાગના 800 ઓડિટ વાંધા હતા.
2021-22
2021-22માં 139 કરોડની રકમ કયા ખર્ચાઈ એનો હિસાબ મળતો નથી. વેપારી અને કોન્ટ્રાક્ટરની એડવાન્સીસની ઉધાર બાકી રુપિયા 128.79 કરોડ તથા અગાઉથી ચુકવેલા રુપિયા 10.65 કરોડની રકમ કયાં ખર્ચાઈ તેનો હિસાબ મળતો નથી. 6 હજાર 632માંથી 5 હજાર 758 ઓડિટ ઓબ્જેક્શનનો નિકાલ બાકી હતો.
2017
2017માં બહુચર્ચિત રોડ કૌભાંડમાં ઈજનેર અધિકારીઓને 2019માં રૂ. 50 હજારનો દંડ અને ચાર્જશીટ આપવા સુધીની સજા કરવામાં આવી હતી. અધિકારીઓના ઈજાફા કાપી લેવામાં આવ્યા હતા. જ્યારે ત્રીજા અને અંતિમ ભાગમાં 23 અધિકારીઓને ચાર્જશીટ આપવામાં આવી હતી. તપાસ માટે નિવૃત્ત જજની નિમણૂક કરવાની હતી. એડિશનલ ઈજનેર કક્ષાના 7 અધિકારીઓને નોટિસ આપવામાં આવી હતી. જેમાં ત્રણને દંડ કરી દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. ત્રણ એડિશનલ સિટી ઇજનેર રાખી ત્રિવેદી, એચ.ટી.મહેતા અને અમિત પટેલને ચાર્જશીટ આપવામાં આવી હતી.
સીટી ઈજનેર નરેન્દ્ર.કે.મોદી તથા રોડ પ્રોજેક્ટનો હવાલો સંભાળતા હિતેશ કોન્ટ્રાક્ટરના નામ મુખ્ય છે. નરેન્દ્ર મોદીને સીટી ઈજનેર પદે પ્રમોશન આપ્યું હતું.
ડેપ્યુટી સીટી ઈજનેર પી.એ.પટેલ તે સમયે એડિશનલ સિટી ઇજનેરનો ચાર્જ સંભાળતા હતા તેમને પણ દંડ કરવામાં આવ્યો હતો. એડિશનલ ઈજનેર અધિકારીઓને રૂ.1.80 લાખથી 2.25 લાખ સુધીનો દંડ કરવામાં આવ્યો હતો.
હલકી ગુણવતાનો માલ સામાન તથા બોગસ બિલિંગ જેવી ગેરરીતિઓ પણ આચરી હોવાનું બહાર આવતા બંન્ને કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે.
એડિશનલ ઈજનેર અધિકારીઓ ને 40 તથા ડેપ્યુટી ઈજનેર અધિકારીઓને 41 જેટલી નોટિસ આપવામાં આવી હતી.
2009થી 2023
2009થી 2023 સુધીમાં 37 હજાર 624 ઓડિટ વાંધા હતા. ચીફ ઓડીટર દ્વારા 200 પત્ર મ્યુનિ.કમિશનર,ડેપ્યુટી કમિશનર, ખાતાના અધિકારીને લખાયા છતાં ઓડિટ વાંધાનો નિકાલ થતો નથી.
2013-14ના કૌભાંડો
2010-11થી ઉપાડનો હિસાબ નથી મળતો. કોન્ટ્રાકટરોને એડવાન્સ પેટે આપવામાં આવેલા રૂ.10.65 કરોડનો હિસાબ વર્ષ 2010-11થી અપાયો નથી. 2013-14ના વાર્ષિક ઓડિય અહેવાલમાં એન્જિનિયરિંગ વિભાગમાં કોન્ટ્રાકટરો અને ભાજપની સાંઠગાંઠને કારણે ચાલતી લાલિયાવાડી, ગેરરીતિ અને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો હતો. 4507 વાંધા દર્શાવ્યા છે. જેમાં મુખ્યત્વે એકાઉન્ટ, ટેક્સ, એન્જિ. વિભાગ વધારે છે.
હિસાબી ચોપડા તથા બેંક સ્ટેટમેન્ટ વચ્ચે કરોડથી વધુ રકમનો તફાવત જોવા મળે છે. ઓડિટ વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ટેલિફોન અને વીજળી કંપની જેવી કે ટાટા, બીએસએનએલ, રિલાયન્સ, ટોરેન્ટ પાવર દ્વારા જે કેબલ નંખાયા તેનું ભાડું અથવા પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાની રિમાર્કસ મૂકાઈ છે.
મોબાઇલ કંપનીના ટાવરનું ભાડું કે પેનલ્ટી વર્ષ 2002થી વસૂલ કરા્યું નથી. માત્ર દક્ષિણ ઝોનમાં 200 ટાવરનું ભાડું પ્રતિ માસ રૂ.1000 અને બીયુ પરવાનગી વગરના ટાવરની પેનલ્ટી રૂ.50 હજાર છે તે વસૂલ કરેલું નથી. 2013 સુધીમાં શહેરમાં આવા 1000થી વધુ ટાવર હતા. ભાજપના સત્તાધીશો દ્વારા કોઇ કાર્યવાહી કરતા નથી.
2008
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પોતાનો ઓડિટ વિભાગ અને તેના હિસાબની ચકાસણી માટે સંબંધિત લાયક કર્મચારી હોવા છતાં 16 ઓક્ટોબર 2008માં ખાનગી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ, મનુભાઈ એન્ડ કંપની લિમિટેડને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
કરોડો રૂપિયાના JNNURM પ્રોજેક્ટ હતા. ઓડિટ કાર્યોનું આ રીતે આઉટસોર્સિંગ બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ (BPMC) એક્ટની જોગવાઈઓ વિરુદ્ધ હતી. JNNURM ને તેના કામો માટે એક ખાસ ઓડીટરની નિમણૂક કરવામાં આવી હતી. નવી ઓડિટ સમિતિ બનાવી હતી. ધર્મેન્દ્ર સોલંકી અને ખજાનચીને તેના નાણાકીય કાર્યોની તપાસ અને હિસાબ ચોપડા જાળવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો.