Ahmedabad London flight : 1 ઓગસ્ટથી એઆઈની લંડન ગેટવિક ફ્લાઇટ બંધ

Arati Parmar
2 Min Read

Ahmedabad London flight : અસરગ્રસ્ત મુસાફરોને રિફંડ કે રી-બુકિંગની છૂટ

Ahmedabad London flight :  વિમાન દુર્ઘટનાને પગલે એર ઇન્ડિયાએ મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે. 1 ઓગસ્ટ 2025થી અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટના બદલે હવે હીથ્રો એરપોર્ટ માટે ફ્લાઇટ ચલાવશે. નવા શિડ્યૂલ મુજબ હવે અઠવાડિયામાં ત્રણ વખત નવી ફ્લાઇટ ઉડાન ભરશે.

વિમાન દુર્ઘટના બાદ બદલાયો રૂટ

12 જૂન, 2025ના રોજ અમદાવાદ-લંડન ગેટવિક ફ્લાઇટ AI171ને કારણે થયેલી દુર્ઘટનાની ઘટના બાદ એર ઇન્ડિયાએ સુરક્ષા અને સંચાલનના આધાર પર મોટો નિર્ણય કર્યો છે. યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને Ahmedabad-Gatwick રૂટને બંધ કરી Ahmedabad-Heathrow માટે નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે.

Ahmedabad London flight change Air India

અસરગ્રસ્ત મુસાફરો માટે રી-બુકિંગ કે રિફંડની છૂટ

એર ઇન્ડિયા દ્વારા જાહેર કરાયું છે કે ફેરફારથી અસરગ્રસ્ત મુસાફરોને સીધો સંપર્ક કરીને, તેઓની પસંદ પ્રમાણે  નવી ફ્લાઈટમાં બુકિંગ કરાવવામાં આવશે, તેમજ રિફંડ આપવામાં આવશે. કંપનીએ મુસાફરોની અસુવિધા માટે માફી પણ માંગી છે.

1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી શિડ્યૂલમાં આંશિક ફેરફાર

એર ઇન્ડિયાના અનુસાર 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર, 2025 દરમિયાન નવા રાઉટ પર અઠવાડિયામાં ત્રણ વખત ફ્લાઇટ ચાલુ રહેશે. પહેલાં જ્યારે Gatwick માટે અઠવાડિયામાં પાંચ વખત સેવા હતી, હવે Heathrow માટે આ સેવા 3 વખત પૂરતી રહેશે.

Ahmedabad London flight change Air India

ઓક્ટોબરથી ફરીથી સંપૂર્ણ આયોજન

અધિકારીઓના જણાવ્યા મુજબ 1 ઓક્ટોબર, 2025થી તમામ Ahmedabad-Heathrow ફ્લાઈટ્સનું નવું સંપૂર્ણ શિડ્યૂલ અમલમાં આવશે, અને નવી ફ્રિક્વન્સી વધુ સુનિયોજિત રીતે શરૂ કરવામાં આવશે.

અન્ય આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર પણ અસર

એર ઇન્ડિયાએ 17 જૂનના રોજ 7 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરી હતી, જેમાં Delhi-Paris, Delhi-Vienna, Bengaluru-London સહિતની સેવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત San Francisco થી Mumbai આવતી ફ્લાઈટના મુસાફરોને Kolkata એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા.

 આ તમામ પરિવર્તન વચ્ચે પણ એર ઇન્ડિયા દર અઠવાડિયે 525થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ચલાવતી રહી છે, જેમાં ટૂંકા, મધ્યમ અને લાંબા અંતરના રૂટ્સ સામેલ છે. કંપની આ ફેરફારોને મુસાફરો માટે વધુ સલામત અને સરળ બનાવવાનો પ્રયાસ તરીકે રજૂ કરી રહી છે.

Share This Article