રોજના દોઢ લાખ મુસાફરી કરે છે
અમદાવાદ
અમદાવાદ મેટ્રોમાં 1 લાખ 50 હજાર મુસાફરો રોજના પ્રવાસ કરી રહ્યા છે. શરૂ થઈ ત્યારથી ઓક્ટોબર 2025 સુધીમાં મેટ્રોમાં કુલ 10 કરોડ 38 લાખ મુસાફરો આવ્યા છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની ટ્રેન 99.84 ટકા સમયસર દોડે છે.
અમદાવાદ મેટ્રો રેલનો પ્રથમ તબક્કો નવેમ્બર 2014માં કામ શરૂ થયું અને માર્ચ 2019માં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી 5.5 કિમીનો પ્રથમ ભાગ શરૂ થયો હતો.
2022માં 32 કિમીની ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતી લાઈન શરૂ થઈ હતી.
બીજા તબક્કામાં ગુજરાતના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદને જોડતો 28.2 કિમીનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો.
મોટેરાથી સેક્ટર- 1 અને GIFT City સુધીનો ભાગ સપ્ટેમ્બર 2024માં શરૂ થયો હતો.
સચિવાલય સુધીનો ભાગ એપ્રિલ 2025માં ખુલ્લો મુકાયો હતો.
હવે અમદાવાદથી મહાત્મા મંદિર સુધીનો માર્ગ શરૂ થઈ જતા કુલ 68 કિ.મી.ની મેટ્રો રેલ બની જશે.
જેમાં 54 રેલ મથક છે. ભારતના 6.8 ટકા મેટ્રો ગુજરાતમાં છે.
મેટ્રોનું ભાડું રૂ. 5થી રૂ. 40 સુધીનું છે.
એક કિલોમીટર સરેરાશ રૂ. 1નું ભાડું વસુલ કરે છે.
મુસાફરોની સુરક્ષા માટે મેટ્રો ટ્રેનોમાં કમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કન્ટ્રલ (CBTC) સિસ્ટમ, ફાયર અલાર્મ, સર્વેલન્સ કેમેરા અને ટનલ વેન્ટિલેશન જેવી તકનીકો છે.
ડાયમંડ સિટી સુરતમાં 40.35 કિમી લાંબી મેટ્રો લાઇન બની રહી છે.
ભારતમાં
ભારતમાં મેટ્રો રેલની કુલ લંબાઈ 1,000 કિલોમીટર છે. ચીન અને યુએસ પછી ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલ નેટવર્ક ધરાવતો દેશ છે. 2014માં 248 કિલોમીટર મેટ્રો હતી. 11 રાજ્યોના 23 શહેરોમાં મેટ્રો છે.
દિલ્હી મેટ્રોનું ભાડું
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનું ભાડું ઓગસ્ટ 2025માં સામાન્ય દિવસોમાં ભાડાના દરો.
0-2 કિમી સ્લેબ માટે રૂ. 11 છે.
12-21 કિમી વચ્ચેની મુસાફરી માટે ભાડુ રૂ. 43 છે.
21-32 કિમી સ્લેબ માટે ભાડું રૂ. 54 છે.
32 કિમીથી વધુની મુસાફરી માટે સૌથી વધુ ભાડું રૂ. 64 છે.
મુંબઈ
મુંબઈમાં રિલાયંસ મેટ્રોનું ભાડું રૂ.10થી 40 છે. મહિનાના પાસનું ભાડું રૂ. 775થી 1375 છે.
બેંગલુરુ
બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL) અનુસાર, બે કિલોમીટર સુધીની મુસાફરી માટે લઘુત્તમ ભાડું રૂ.10 અને 25 કિલોમીટરથી વધુ લાંબી મુસાફરી માટે રૂ. 90 ભાડું છે.
હૈદરાબાદ
હૈદરાબાદ મેટ્રો રેલમાં ભાડું બે કિલોમીટર સુધી રૂ. 11 અને 24 કિલોમીટર સુધીનું ભાડું રૂ. 65 છે.