રૂ. 239 કરોડનો દેખીતો નફો
દિલીપ પટેલ
8 સપ્ટેમ્બર 2025
2023માં એક ભાગ શરૂ થયો પછી સતત બે વર્ષ સુધી ખોટ કરી હતી. હવે નફો કરે છે. 30મી સપ્ટેમ્બર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વસ્ત્રાલથી થલતેજ અને એપીએમસીથી મોટેરા રૂટનું ઉદ્ઘાટન કર્યું હતું. ગાંધીનગર સુધી રેલ શરૂ થતાં નફો કરવા લાગી હતી.
રૂ. 20 હજાર કરોડના મૂડી રોકાણ સાથે 2001થી આયોજન અને અમલી બનેલી યોજના 25 વર્ષે પણ પૂરી થઈ નથી. 2003 પહેલાં સરવે પૂરો થયો હતો અને કરાર થયા હતા. તેમ છતાં યોજના આજે અધુરી છે.
અમદાવાદની મેટ્રો પાસે 3 કરોડ મુસાફરો છે. જ્યારે દિલ્હી મેટ્રો પાસે દૈનિક 70 લાખ મુસાફરો છે.
જો 2007માં મેટ્રો શરૂ થઈ ગઈ હોત તો રોજના 10 લાખ મુસાફરો મુસાફરી કરવાની સંભાવના હતી.
2003માં દિલ્હી મેટ્રો સાથે સમજૂતી કરાર કર્યા હતા. 2007માં મેટ્રો શરૂ કરી હોત તો મોટો ફાયદો આજે મળતો હોત.
નફો
વેરા બાદનો 2024-25નો નફો રૂ. 238.93 કરોડ છે. 2022-23માં રૂ. 46.53 , 2023-24માં રૂ. 320.85 કરોડની ખોટ થઈ હતી.
જાહેરાતોની આવક રૂ. 2.55 કરોડ છે.
2024-25માં મેટ્રોએ રૂટ વધાર્યા હોવાથી નફાનું પ્રમાણ વધશે. આવકમાં વર્ષે સરેરાશ 30 ટકા વધારો થયો છે.
વર્ષ 2023માં મેટ્રોની વાર્ષિક આવક રૂ. 32.12 કરોડ હતી.
વર્ષ 2024માં રૂ. 43.62 કરોડ આવક થઈ હતી.
વર્ષ 2025ના પહેલા 6 મહિનામાં રૂ. 27.13 કરોડની આવક થઈ હતી.
ખોટ
પહેલા બે વર્ષ સફેદ હાથી પાળવા સમાન પુરવાર થઈ હતી. લોકો માટે લાઈફલાઈન બની રહેલી મેટ્રો રેલ બે વર્ષ સુધી ખોટ કરી હતી. ખોટ ખાધા બાદ નફાના ટ્રેકમાં દોડવા માંડી છે. મેટ્રોની આવક 872 કરોડ રૂપિયા થઈ હતી.
પહેલા બે વર્ષમાં 65 કરોડની આવક સામે 321 કરોડ રૂપિયાની ખોટ કરી હતી.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન(GMRC)ને વર્ષ 2022-23માં 321 કરોડ રૂપિયાની ખોટ થયેલી હતી. વર્ષ 2022-23માં પ્રતિ દિવસે સરેરાશ 87 લાખ રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું હતું.
વર્ષ 2021-22માં 465 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી.
ખર્ચ
નાણાકીય વર્ષ 2023-24માં નાણાકીય ખર્ચ 75.56 કરોડ રૂપિયાનો થયો હતો. જ્યારે ઘસારો 311.75 કરોડ રૂપિયાનો નોંધાયો હતો. જોકે તેમાં મૂડીરોકાણનું વળતર સામેલ નથી. તે ગણવામાં આવે તો વર્ષે રૂ.2 હજાર કરોડનું વ્યાજ થવા જાય છે. જ્યાં સુધી વર્ષે રૂ. 2 હજાર કરોડની આવક નહીં મેળવે ત્યાં સુધી તે વાસ્તવમાં ખોટ કરતી હથે.
વર્ષ 2023-24 સરવૈયા પ્રમાણે 6670.43 કરોડ રૂપિયાના મૂડીરોકાણના કામ ચાલી રહ્યા છે.
મુસાફરો
ઑક્ટોબર 2022થી ઑગસ્ટ 2024 સુધી મેટ્રોમાં દરરોજ સરેરાશ 72514 મુસાફરોથી 8.88 લાખ રૂપિયાની આવક થઈ હતી. અમદાવાદ અને ગાંધીનગરના વચ્ચે 3 કરોડ મુસાફરો ને 2025માં માટે ચાલેલી હતી. 2025માં જાન્યુઆરીથી ઑગસ્ટ સુધી મેટ્રોમાં 2.31 કરોડ મુસાફરો નોંધાયા હતા. 27.47 કરોડ રૂપિયાની આવક થઈ છે. જેની સરખામણીએ ગત વર્ષે 2.53 કરોડ મુસાફરો નોંધાયા હતા.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને 2025માં એક વર્ષમાં 3 કરોડ મુસાફરો નોંધાયા હતા. આ સમયગાળામાં ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં 1.99 કરોડ અને નોર્થ-સાઉથ કોરિડોરમાં 94.18 લાખ એમ કુલ 2.93 કરોડ મુસાફરો નોંધાયા છે. આવું દરરોજ સરેરાશ 80184 મુસાફરો નોંધાયા હતા.
દેશની તમામ મેટ્રો સિસ્ટમમાં દૈનિક રાઇડર્સની સંખ્યા 10 મિલિયનને વટાવી ચૂકી છે.
મુસાફરોના સમયની બચત
ટુ વ્હિલરની સરખામણીએ મેટ્રોમાં મુસાફરીથી સમયમાં 35થી 40 મિનિટ બચત થાય છે. રોજ રૂ.50 સુધીની બચત થાય છે. ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી વાહનમાં અંદાજે 26 કિલોમીટર જ્યારે મેટ્રોમાં એક રૂપિયા કિલોમીટરનું અંતર થાય છે.
નોર્થ વેસ્ટ કોરિડોરમાં એપીએમસીથી મોટેરાનો મેટ્રોમાં રૂટ અંદાજે 18 કિલોમીટર છે.
ફરિયાદો
1820 ફરિયાદો મુસાફરોએ કરી છે. સૌથી વધુ મુસાફરીની 1329 ફરિયાદ હતી. 137 ફરિયાદ સિવિલને લગતી, 95 ફરિયાદ સિક્યુરિટીને લગતી હતી. મેટ્રો સ્ટેશનની આસપાસ પાર્કિંગની સુવિધાનો અભાવ છે. જેના કારણે અનેક વાહનચાલકો મેટ્રોના સ્થાને પોતાના વાહન ઉપર જ નાછૂટકે પસંદગી ઉતારે છે. મેટ્રોથી પણ યોગ્ય ફીડર કનેક્ટિવિટી નથી. સ્ટેશન નજીક પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા ઓછી છે.
મેટ્રોનું કામ શરૂ થયું ત્યારે જ મોટું કૌભાંડ બહાર આવ્યું હતું.