Ahmedabad Plane Crash AAIB Report: AAIBના રિપોર્ટમાં અનેક સવાલો ઉભા થયા
Ahmedabad Plane Crash AAIB Report: અમદાવાદમાં થયેલ વાયુ દુર્ઘટનાનું પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા રજૂ થયેલ આ રિપોર્ટ મુજબ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયા પછી ફક્ત 32 સેકન્ડ સુધી હવામાં રહી હતી અને ત્યારબાદ નીચે પડતા ભયાનક આગની ઝપટમાં આવી હતી. દુર્ઘટનામાં 229 મુસાફરો અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 260 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો…
કોકપીટ ઓડિયો અને RAT સંકેતો
રિપોર્ટ અનુસાર, ટેકઓફ પછી બંને એન્જિન અચાનક બંધ થઇ ગયા હતા. ફ્યુઅલ કટઓફ સ્વીચો ‘રન’ સ્થિતિમાંથી ‘કટઓફ’ તરફ ખસેડાતા વિમાન પાવર ગુમાવ્યું. કોકપીટ ઓડિયોમાં પાયલોટ્સ વચ્ચે થયેલી વાતચીત દર્શાવે છે કે બંને પાયલોટ્સમાં સંજોગોની સમજમાં ભિન્નતા હતી. RAT (Ram Air Turbine) ની તૈનાતી પાવર લોસની પુષ્ટિ કરતી હતી.
એન્જિન 1 ફરી શરુ થવાનો પ્રયાસ થયો, એન્જિન 2 નિષ્ફળ
વિમાનના પાયલોટ્સે પાવર પુનઃપ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. એન્જિન 1 માં પુનઃપ્રારંભના સંકેતો મળ્યા હતા, પરંતુ એન્જિન 2 ચાલુ થઇ શક્યું નહીં. વિમાન રનવે પરથી માત્ર 0.9 નૉટિકલ માઈલ દૂર જઈને હોસ્ટેલની છત સાથે અથડાયું અને તરત જ ભડકીને આગનો ગોળો બની ગયું.
કાટમાળમાંથી મળેલ વિમાનના નિયંત્રણ સંકેતો
એએઆઈબી રિપોર્ટ અનુસાર, વિમાનના થ્રસ્ટ લિવર નિષ્ક્રિય સ્થિતિમાં મળી આવ્યા હતા, જ્યારે બ્લેક બોક્સ ડેટા એન્જિન ટેકઓફ થ્રસ્ટ બતાવે છે. આથી એવું મનાય છે કે કોકપીટ નિયંત્રણ અને એન્જિન વચ્ચે કોઈ પ્રકારની તકનીકી અથવા નિષ્ફળતા ઘટી હોય.
મહત્વપૂર્ણ મુદ્દાઓ – કોઈ પંખી અથડાયું નહિ, હવામાન પણ સામાન્ય
તપાસમાં સાબિત થયું છે કે પંખી અથડાવાનું કોઈ પ્રમાણ મળ્યું નથી અને હવામાન પણ દુર્ઘટનાનો કારણ બન્યું નહોતું. તે દિવસે આકાશ સ્પષ્ટ હતું, દૃશ્યતા સારી હતી અને પવન હળવો હતો. બંને પાયલોટ્સ સંપૂર્ણપણે લાયક અને તંદુરસ્ત હતા. વિમાનનું વજન અને સંતુલન પણ નિયમમાં હતું. ફ્યુઅલ તપાસમાં કોઈ કાવતરું મળ્યું નથી.
Boeing Dreamliner અને Air Indiaની પ્રતિક્રિયા
બોઇંગના પ્રવક્તાએ દુર્ઘટનામાં મોત પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો અને જણાવ્યું કે કંપની તપાસમાં AAIB સાથે સહયોગ કરશે. એર ઈન્ડિયાએ પણ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મૃતકોના પરિવારો માટે તેમનું સહાનુભૂતિભર્યું સહકાર રહેશે અને વધુ તપાસમાં કંપની સંપૂર્ણ રીતે સહયોગ આપશે.
FAA ની ચેતવણી છતાં નિરીક્ષણ ન કરાયું?
રિપોર્ટમાં એવી પણ નોંધ છે કે પહેલા FAA દ્વારા એક સલાહકાર નોટિસ આપવામાં આવી હતી જેમાં વિમાનના ફ્યુઅલ સ્વીચમાં સંભવિત ખામી હતી… છતાં એર ઈન્ડિયા દ્વારા તેનું જરૂરી નિરીક્ષણ કરવામાં આવ્યું ન હતું.
આ દુર્ઘટનાનો અંતિમ રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. જો પ્રાથમિક તારણ સાચું સાબિત થાય છે, તો એવિએશન ઇન્ડસ્ટ્રી માટે મોટા પરિવર્તનોની શરૂઆત થઈ શકે છે.